Surat : સરકારની કાર્યવાહી સામે ડોકટરોનો આક્રોશ, એપીડેમિક એક્ટ મુજબની કાર્યવાહી યોગ્ય નહિ

|

Aug 06, 2021 | 8:56 PM

અમે કોરોનાકાળમાં સરકારની સાથે કદમથી કદમ મિલાવ્યો છે. તેમજ છેલ્લા બે વર્ષથી અમે સારી કામગીરી કરી રહ્યા છે તેમ છતાં આરોગ્ય કમિશ્નર અમારી પાસે કામગીરીનો હિસાબ માંગે છે.

ગુજરાત(Gujarat)માં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ સરકારી હોસ્પિટલોમાં પોતાની પડતર માંગણીને લઇને હડતાળ કરી રહેલા ડોકટરો(Doctors)પણ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જેમાં સુરત ખાતે હડતાળ કરી રહેલા ડોકટરોએ સ્પષ્ટ કર્યું છે અમે કોરોનાકાળમાં સરકારની સાથે કદમથી કદમ મિલાવ્યો છે. તેમજ છેલ્લા બે વર્ષથી અમે સારી કામગીરી કરી રહ્યા છે તેમ છતાં આરોગ્ય કમિશ્નર અમારી પાસે કામગીરીનો હિસાબ માંગે છે. તેમજ આ સરકાર અમારી પર એપડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગે છે જે યોગ્ય નથી.

આ પણ વાંચો : Indian Railway : અમદાવાદ અને કુડાલ વચ્ચે દોડશે ગણપતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, જાણો તમામ વિગત

આ પણ વાંચો : ખેલ રત્નનું નામ બદલવા સામે કોંગ્રેસે કહ્યુ મોદી અને જેટલી સ્ટેડીયમનુ પણ બદલો નામ

Next Video