સુરતની( Surat)નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) આવેલી મેડિસિનની ઓપીડીમાં(OPD)પ્રતિદિન અન્ય ઓપીડીની સરખામણી સૌથી વધારે દર્દીઓનો (Patient) ઘસારો હોય છે. આ દરમિયાન આજે સવારે ઓપીડીમાં એક યુવક પત્ની સાથે સારવાર કરાવવા આવ્યો હતો ત્યારે ડોકટર પાસે જવાના મુદ્દે ત્યાં ઓન ડ્યુટી એક સર્વેન્ટ સાથે બોલાચાલી થઇ હતી ત્યારે દર્દી અને તેની પત્ની ઉશ્કેરાય ગયા હતા.મહિલાએ સર્વેન્ટને લાફો ઝીંકી ગળું પકડી માર મારવા લાગ્યા હતા .
જેના પગલે ઓપીડીમાં હોબાળો મચી ગયો હતો.ત્યારે ચોકીમાં હાજર પોલીસ પણ ઓપીડીમાં દોડી આવી હતી અને સર્વેન્ટ સાથે મારમારી કરનારા દંપતીને ચોકીમાં લઇ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે બઘાજી ગણપત મરાઠકર આજે સવારે મેડિસિનની ઓપીડીમાં ફરજ ઉપર હાજર હતો.દરમિયાન શીતળ ચાર રસ્તા ખાતે રહેતા સલમાન વસીમ ખાનને ખાંસીની તકલીફ થતા આજે સવારે પત્ની મુસ્કાન સાથે સારવાર માટે મેડિસિનની ઓપીડીમાં આવ્યો હતો.
ડોકટર પાસે જવાનો વારો આવતા સલમાન અને તેની પત્ની બંને અંદર જવા લાગ્યા હતા.ત્યારે ફરજ ઉપર હાજર સર્વેન્ટ બઘાજી મરાઠકરે ફક્ત દર્દીને જ અંદર જવાનું કહ્યું હતું જોકે દંપતી બનેં અંદર જવાની જીદ કરતા હતા.છતાં સર્વેન્ટ એક જ જાણને અંદર જવા માટે કહી રહ્યો હતો આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી ત્યારે મુસ્કાન નામની મહિલાએ સર્વેન્ટને લાફો ઝીંકી દીધો હતો ત્યાર બાદ પતિએ પણ તેનું ગળું પકડી લીધું હતું અને મારપીટ કરવા લાગ્યા હતા.
જેને પગલે ઓપીડીમાં હોબાળો મચી જતા અન્ય સિક્યુરિટી ગાર્ડ પણ દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા છતાં દંપતી દાદાગીરી કરી રહયા હતા ત્યારે સિવિલની ખટોદરા પોલીસ ચોકીમાં પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસકર્મીઓ ત્યાં દોડી આવ્યા હતા અને દંપતી તેમજ સર્વેન્ટને ચોકીમાં લઇ જવામાં આવ્યા હતા.
પોલીસ સામે દંપતી નરમ પડી ગયા હતા અને સર્વેન્ટ પાસે માફી માંગવા લાગ્યા હતા.જોકે પોલીસ ફરિયાદ લેવા તૈયાર હતી પરંતુ સર્વન્ટએ માફી સ્વીકારી લેતા અંતે બને વચ્ચે સમાધાન થઇ ગયું હતું.
આ પણ વાંચો : ગાંધીનગરમાં પણ કોરોનાને લઇને તંત્ર સતર્ક, દરરોજ 1000 ટેસ્ટ માટેનું આયોજન
આ પણ વાંચો : Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી