સુરત : ડીંડોલી પોલીસે બે હિસ્ટ્રીશીટરોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા, ગુનાને અંજામ આપવાની પેરવીમાં હતા

|

Dec 20, 2023 | 9:42 AM

સુરત : ત્રણ દિવસ પહેલા લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના સમયમાં ઝડપી પડ્યા છે.

સુરત : ડીંડોલી પોલીસે બે હિસ્ટ્રીશીટરોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા, ગુનાને અંજામ આપવાની પેરવીમાં હતા

Follow us on

સુરત : ત્રણ દિવસ પહેલા લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના સમયમાં ઝડપી પડ્યા છે. આ શખ્શો પાસેથી માં દેશી હાથ બનાવટની પિસ્તોલ, કારતુસ, તથા બે છરા સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક્ટ કરાયા છે.

પોલીસ સૂત્રો અનુસાર સુરતશહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેકટર-1 તથા DCP ઝોન-2  ભગીરથ ગઢવીએ ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ આર્મ્સ એક્ટ ના ગુના શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપી હતી.

ડીંડોલીના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણીએ ટીમ સાથે નવાગામ ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ અજય પોપટભાઈ તથા જયદેવ ગોકુળભાઈને બાતમી મળી હતી કે  ડીંડોલી તથા લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનીયો પાટીલ ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આર.ડી. ફાટક રેલવે પટરી પાસે ઊભા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પોલીસે બન્નેને પકડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ તથા બે છરા મળી આવેલ હતા. આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે “લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે સને-૨૦૧૯ માં ડોંડેઈચા મહારાષ્ટ્રમાં પોતાના મોટાભાઈનું મર્ડર કરાવી નાખેલ તેનો બદલો લેવા માટે આજથી દોઢેક મહિના પહેલા શીરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા 35,000 માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધેલ હતી.”આરોપી 10 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે. બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન-02 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે

ધરપકડ કરાયેલ આરોપીઓના નામ

  • જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘ , ઉંમર 22 વર્ષ  રહેવાસી – નવાગામ ડીંડોલી સુરત
  •  દિનેશ ઉર્ફે દિનીયો રાજેશ પાટીલ વાઘ, ઉંમર 22 વર્ષ  રહેવાસી – ગોડાદરા સુરત

આ પણ વાંચો : સુરતમાં રામ મંદિર પ્રતિકૃતિનો નેકલેશ અને સોના ચાંદીની રામ દરબારની ઝાંખી તૈયાર કરાઈ, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:37 am, Wed, 20 December 23

Next Article