Surat : હીરામાં પાછી ફરી ચમક !  જુલાઈ મહિનામાં હીરાની નિકાસમાં 26 ટકાનો વધારો

Surat : હીરામાં પાછી ફરી ચમક ! જુલાઈ મહિનામાં હીરાની નિકાસમાં 26 ટકાનો વધારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 11:19 AM

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી વચ્ચે હીરા ઉધોગમાં તેજીની ચમક પાછી ફરી છે. જુલાઈ મહિનામાં હીરાની નિકાસમાં 26 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Surat : હીરા ઉધોગમાંથી સુરત શહેર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી વચ્ચે હીરા ઉધોગમાં તેજીની ચમક પાછી ફરી છે. જુલાઈ મહિનામાં હીરાની નિકાસમાં 26 ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સિન્થેટિક ડાયમંડની નિકાસમાં 204 ટકા, કટ એન્ડ પોલીશ્ડ અને ડાયમંડ જવેલરીની નિકાસમાં સરેરાશ 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જુલાઈ 2021ના જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર આ મહિનામાં કટ એન્ડ પોલીશડ ડાયમંડની નિકાસ 60.98 ટકા વધીને 16 હજાર 648 કરોડ થઇ છે.

જે 2019માં આ સમયગાળામાં 10 હજાર 342 કરોડ હતી. આ જ પ્રમાણે સિન્થેટિક લેબગ્રોન ડાયમંડના જુલાઈ 2019ના 889.91 કરોડની નિકાસની સરખામણીએ જુલાઈ 2021માં 2728.73 કરોડની નિકાસ નોંધાઈ છે. જે 204 કરોડનો વધારો દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતમાં 300 કારખાનેદારો સિન્થેટિક ડાયમંડનું જોબવર્ક કરતા થયા છે. સુરતમાં તૈયાર થતી જવેલરીમાંથી 50 ટકા જવેલરી પશ્ચિમી બજારમાં નિકાસ થાય છે એટલે હવે જવેલરી ક્ષેત્રમાં પણ સુરત અગ્રેસર બની રહ્યું છે.

નોંધનીય છેકે કોરોના મહામારીમાં સૌથી વધારે અસર હીરા ઉદ્યોગને પડી હતી. જેના કારણે લાખોની સંખ્યામાં કારીગરો બેરોજગાર બન્યા હતા. ત્યારે હીરાઉદ્યોગમાં ફરી ચમક આવવાની આશાથી હીરા કારીગરો અને ઉદ્યોગકારોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ત્યારે હીરા ઉદ્યોગની આ ચમક કાયમ રહે તેવી આશા સેવી રહ્યાં છે.

g clip-path="url(#clip0_868_265)">