સુરતમાં અનેક ડાયમંડ કંપનીઓને કારીગરોને દિવાળી બોનસ આપવા કલેકટરે તાકીદ કરી

સુરતમાં અનેક ડાયમંડ કંપનીઓને કારીગરોને દિવાળી બોનસ આપવા કલેકટરે તાકીદ કરી

| Edited By: | Updated on: Oct 24, 2021 | 12:42 PM

સુરતમાં લેબર વિભાગે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી હીરા મારૂતિ જેમ્સ, ધરતી ડાયમંડ, અરહમ ડાયમંડને દિવાળી બોનસ ન આપવા બદલ નોટીસ પાઠવી છે.

સુરતના (Surat)હીરા ઉદ્યોગમાં(Diamond Industry)તેજી છે. તેમ છતાં અમુક હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ(Bonus)આપવામાં આવતું નથી.જે અંતર્ગત સુરતમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ આપવા ડાયમંડ કંપનીને નોટીસ પાઠવાઈ છે.ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને સમગ્ર બાબતે લેખીત રજૂઆત કરી હતી.

જેને ધ્યાને રાખી લેબર વિભાગે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી હીરા મારૂતિ જેમ્સ, ધરતી ડાયમંડ, અરહમ ડાયમંડને દિવાળી બોનસ ન આપવા બદલ નોટીસ પાઠવી છે. તેમજ સુરત લેબર વિભાગે રત્નકલાકારોને દિવાળી બોનસ ચુકવણી માટે સુરત ડાયમંડ એસોસિયેશન સાથે બેઠક કરી નિરાકરણ લાવવા માટે પત્ર લખ્યો છે.

એવામાં જો હજુ પણ રત્નકલાકારોને દિવાળી બોનસ નહીં આપવામાં આવે તો જવાબદાર કંપની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

સુરતમાં કોરોના બાદ ડાયમંડ ઉદ્યોગમાં તેજી જોવા મળી છે. તેમજ હાલ દિવાળીને ધ્યાનના રાખીને કારખાનામાં કામ પણ વધી રહ્યા છે. તેમજ કારીગરો દ્વારા મહેનત પણ કરવામાં આવી રહી છે. તેમજ કારીગરોના બોનસના હક્ક પર કેટલાક કારખાના માલિકો તરાપ મારવાની ફિરાકમાં છે. જો કે આ દરમ્યાન કારીગર યુનિયને  લેબર વિભાગમાં અરજી કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના હજારો લોકો રોજગારી મેળવે છે તેમજ કારીગરોની  સંખ્યા પણ વધારે છે. તેવા સમયે કેટલાક કારખાના માલિકો કારીગરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમનું  શોષણ કરી  રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, હવે આટલા દિવસમાં થશે બિનખેતીની અરજીનો નિકાલ

આ પણ વાંચો : રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ

Published on: Oct 24, 2021 12:40 PM