Surat: મહિલા હોકી ટીમ જો ફાઈનલ જીતશે તો સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ખેલાડીઓને આપશે 11 લાખ રૂપિયા

સવજી ધોળકિયાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિશિયલ એકાઉન્ટમાંથી જાહેરાત કરી છે કે ઓલમ્પિકમાં રમી રહેલી મહિલા હોકી ટીમ ફાઇનલમાં વિજેતા નીવડે છે તો તેઓ તેમને 11 લાખ રૂપિયાનું ઘર અથવા કાર ગીફ્ટરુપે આપશે.

Surat: મહિલા હોકી ટીમ જો ફાઈનલ જીતશે તો સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ખેલાડીઓને આપશે 11 લાખ રૂપિયા
Savji Dholakia
| Edited By: | Updated on: Aug 03, 2021 | 10:52 PM

સુરતના હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજી ધોળકિયા (Savji Dholakia)નું નામ કોઈનાથી અજાણ નથી. તાજેતરમાં જ તેમને માયાનગરી મુંબઈમાં 185 કરોડની આલીશાન પ્રોપર્ટી ખરીદી. જ્યારે આજે તેમને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

 

 

સવજી ધોળકિયાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિશિયલ એકાઉન્ટમાંથી જાહેરાત કરી છે કે ઓલમ્પિકમાં રમી રહેલી મહિલા હોકી ટીમ ફાઇનલમાં વિજેતા નીવડે છે તો તેઓ તેમને 11 લાખ રૂપિયાનું ઘર અથવા કાર ગીફ્ટરુપે આપશે. એટલું જ નહીં જો કોઈ ખેલાડીને આર્થિક રીતે મદદની જરૂર હશે તો તેમની કંપની તરફથી તે ખેલાડીને મદદ કરવાની તૈયારી પણ બતાવી છે.

 

 

નોંધનીય છે કે હાલમાં ટોકિયોમાં ચાલી રહેલી ઓલમ્પિક ગેમ્સમાં ભારતીય રમતવીરો અદભુત પરફોર્મન્સ બતાવીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. તે જ રીતે મહિલા હોકી ટીમ કે જે હાલ સેમીફાઈનલમાં પહોંચી છે, તેને લઈને પણ ભારતીયોનો ઉત્સાહ આસમાને છે.

 

ભારતીય હોકી ટીમ પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવીને ઓલમ્પિકના સેમીફાઈનલમાં પહોંચી છે, ત્યારે 130 કરોડ ભારતવાસીઓને આપણી ટીમ પ્રત્યે ઘણી અપેક્ષા છે. સવજી ધોળકિયાએ આ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમનો આ નાનો પ્રયાસ છે, જેથી તેઓ દેશને હજી વધારે ગૌરવ અપાવી શકે. હવે આ મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા આગળ આવ્યા છે અને તેમને આ જાહેરાત કરી છે.

 

 

આ પહેલા સવજી ધોળકિયા તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને ગિફ્ટ સ્વરૂપે કાર, બાઈક અને ઘરની ભેટ આપી ચુક્યા છે. દિવાળીમાં ઘર અને ગાડીનું બોનસ આપીને સવજી ધોળકિયા લાઈમ લાઈટમાં આવ્યા હતા અને હવે ફરી વખત તેમને મહિલા હોકી ટીમને પ્રોત્સાહન આપવા અને તેમનો ઉત્સાહ વધારવા આ જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: ઉર્જા મંત્રી સૌરભ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છના PGVCL વિભાગની સમીક્ષા બેઠક યોજી, અધિકારીઓને આપી આ સૂચના