Surat : વેડ વરિયાવ ટીપીના રસ્તા પરથી દબાણો હટવાયા, ગુરુકુળના સંચાલકોએ જાતે જ દિવાલ પાડી જગ્યા ખુલ્લી કરી

|

Jun 05, 2023 | 4:14 PM

વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળની જગ્યા પણ રસ્તામાં આવતી હોવાથી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તે અગાઉ જ ગુરુકુળના સંચાલકો દ્વારા જાતે જ જેસીબી મશીન સહિતના સાધનોથી ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.

Surat : વેડ વરિયાવ ટીપીના રસ્તા પરથી દબાણો હટવાયા, ગુરુકુળના સંચાલકોએ જાતે જ દિવાલ પાડી જગ્યા ખુલ્લી કરી

Follow us on

Surat : સુરતમાં ડિમોલેશન (Demolition) વખતે અવારનવાર વાતાવરણ તંગ થઈ જતું હોય છે. પોલીસ બંદોબસ્ત (Police deployment) ગોઠવવા પડતા હોય છે. ત્યારે વેડ વરિયાવ ટીપીના રસ્તાને ખુલો કરતી વખતે કંઈક અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળની જગ્યા પણ રસ્તામાં આવતી હોવાથી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તે અગાઉ જ ગુરુકુળના સંચાલકો દ્વારા જાતે જ જેસીબી મશીન સહિતના સાધનોથી ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો- Surat : સિવિલ હોસ્પિટલમાં રોબોટ અને ફાયરના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા, RMOએ કરી આ સ્પષ્ટતા

વેડ વરીયાવ તાપી નદી પરના બ્રિજની સાઈડ પર 36 મીટરના ટીપી રસ્તાના કબજાને લઈ મનપાના કતારગામ ઝોન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજના પૂર્વના છેડે ટીપી સ્કીમ ફાઇનલ થઇ જતાં ત્રણ મીટર જેટલી જગ્યાનો કબજો મેળવવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી. મનપાના કતારગામ ઝોન દ્વારા ગત શનિવારના રોજ બ્રિજના છેડેથી શરૂ કરવામાં આવેલી કામગીરી આજે સોમવારે સ્વામિનારાયણ ગુરુકુળ સુધી પહોંચી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્વામિનારાયણ ગુરુકુળ મના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્ત કે અધિકારીઓની હાજરી વગર સ્વૈચ્છિક રીતે દિવાલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વેડ સ્વામિનારાયણ ગુરુકુળના સત્તાધીશોએ ખાનગી જેસીબી મશીન તેમજ તેમના માણસો બોલાવી દિવાલ હટાવી લાઈન દોરીમાં આવતી ત્રણ મીટર જેટલી જગ્યાનો કબજો મનપાને સોંપવાની કવાયત હાથ ધરી છે.

બીજી તરફ ભાવનગર શહેરમાં પણ ગેરકાયદે દબાણો પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે 14 માળા વિસ્તારમાં કોર્પોરેશનના છ પ્લોટમાં 145 ગેરકાયદે બાંધકામોને હટાવવા નોટિસો અપાતા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગેરકાયદે દબાણ દૂર કરવાની નોટિસ મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ કરતા વિવાદ થયો હતો અને 145 મકાનધારકોએ કોર્ટમાં સમય આપવા અરજી કરી છે. જેથી કોર્ટે 15 દિવસની અંદર સ્થાનિકોને માલિકી હકના દસ્તાવેજો રજૂ કરવા આદેશ કર્યો છે. જો મકાન ધારકો માલિકી હક્કના દસ્તાવેજો રજૂ નહીં કરી શકે તો કોર્પોરેશન આવનારા દિવસોમાં કોર્ટની સૂચના પ્રમાણે ડીમોલિશન ઝુંબેશ ચલાવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article