Suratમાં IT Park બનવાના રસ્તા ખુલ્લા, ટેક્સ્ટાઈલ સાથે આઈટી પાર્ક બનાવવા કેન્દ્ર સમક્ષ માંગ કરાશે

|

Feb 09, 2022 | 2:54 PM

નવા સ્થાપિત થતાં આઈટીના એકમો કે ઓફિસને વીજ વપરાશ પર લાગતી 10થી 20 ટકા સુધીની ડ્યુટીમાં 5 વર્ષ માટે રાહતની જાહેરાત કરાઈ છે. દર વર્ષે દક્ષિણ ગુજરાતમાંથી 10 હજારથી વધુ આઈટીના વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરે છે. જેમને પણ આઈટી સેક્ટરમાં પ્રવેશ માટેની તક સર્જાશે. 

Suratમાં IT Park બનવાના રસ્તા ખુલ્લા, ટેક્સ્ટાઈલ સાથે આઈટી પાર્ક બનાવવા કેન્દ્ર સમક્ષ માંગ કરાશે
Surat likely to get IT Park soon (File Image )

Follow us on

રાજ્ય સરકારે (Government) જાહેર કરેલી નવી આઈટી પોલીસીનો (IT Policy ) લાભ સુરતની નાની મોટી 2 હજાર કંપનીઓને મળવાનો છે. તેના થકી સુરતમાં વિદેશથી આયાત થતાં હીરા અને કાપડના મશીનના સોફ્ટવેર માટે રિસર્ચ કરીને તેને ડેવલોપ કરવાની પણ તકે મળશે તેવો મત સ્થાનિક આઈટી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ (Industrialist) વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત આઈટી પોલીસી થકી કાપડ ઉપરાંત શિક્ષણ અને બાંધકામ ઉદ્યોગમાં કરવામાં આવતા સંશોધનને પણ સારી એવી તક મળવાની શકયતા રહેલી છે. સુરતમાં ઝડપથી વિકસીત થઈ રહેલા આઈટી સેક્ટરમાં દર વર્ષે બમણો ગ્રોથ નોંધાઈ રહ્યો હોવાનો મત આઈટી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.

હાલમાં જ જાહેર થયેલા કેન્દ્રીય બજેટમાં દરેક રાજ્યને આઈટી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા સૂચનની સાથો – સાથ વિઝ્યુઅલ ઈફેક્ટ ગેમિંહ એન્ડ કોમિક (એવીજીસી) માટે ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટની આ જોગવાઈઓ બાદ મંગળવારે જાહેર થયેલી આઈટી પોલીસીથી સુરતના ઝડપથી વિકસિત થઈ રહેલા આઈટી સેક્ટરને મોટા ગ્રોથની આશા છે .

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આ અંગે સ્થાનિક ઉદ્યોગકારો જણાવે છે કે સુરતમાં અંદાજીત 2 હજાર કરતાં પણ વધુ આઈટી કંપનીઓ વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કાર્યરત છે. જેના કારણે સીધી રીતે 20 હજારથી વધુ લોકોને રોજગારી મળી રહી છે. સેપ , બેકિંગ, એચઆર સહિત ગેમિંગ સોફ્ટવેર તૈયાર કરવામાં પણ સુરતની કંપનીઓનો મોટો લાભ થઈ રહ્યો છે .

ત્યારે આઈટી પોલીસીમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (આરએન્ડડી) માટે કરવામાં આવેલી 25 કરોડની જોગવાઈના કારણે સુરતમાં વિદેશથી આયાત થતાં હીરા અને કાપડના મશીનોના સોફ્ટવેર લોકલ લેવલે બનાવવા માટે થઈ રહેલા રિસર્ચને વેગ મળશે. આ ઉપરાંત 5 વર્ષ સુધી કોઈપણ આઈટી કંપનીને તેમને 10 પેટન્ટ માટે રૂપિયા પાંચ લાખ સુધીની આપવામાં આવેલી સબસિડીથી ગેઈમિંગ એપ ડેવલોપ કરનાર સુરતના આઈટી ઉદ્યોગકારોને સેઈફ પેસેજ મળશે. આ સાથે આઈટી સેક્ટરને અનુરુપ બાંધકામ માટે પણ વિવિધ સબસિડીઓ જાહેર થઈ છે. જેના કારણે આ પોલીસીનો લાભ એકમાત્ર રાજ્યની આઈટી જ નહીં કાપડ, હીરા, શિક્ષણ અને બાંધકામને લાભ થાય તેવી આશા સેવાઈ રહી છે .

ક્લસ્ટર વચ્ચે હરીફાઈ વધશે

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીના જણાવ્યા પ્રમાણે ચેમ્બર દ્વારા સુરતમાં આઈટી પાર્ક બને તે માટે રિપ્રેઝેન્ટેશન રાજ્ય સરકારમાં કરવામાં આવશે. પોલીસી થકી આઈટી સેક્ટરનો એક્સપોર્ટનો 25 હજાર કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે . જેના કારણે કલ્સ્ટર વચ્ચે હરિફાઈ વધશે. સુરતમાં ગાંધીનગરના આઈટી સેક્ટરને પણ પાછળ મુકવાની તાકાત છે.

ઈલેક્ટ્રિક ડ્યૂટીમાં રાહત, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન

સાઉથ ગુજરાત ટેકનો કાઉન્સિલના પ્રમુખના જણાવ્યા પ્રમાણે નવા સ્થાપિત થતાં આઈટીના એકમો કે ઓફિસને વીજ વપરાશ પર લાગતી 10થી 20 ટકા સુધીની ડ્યુટીમાં 5 વર્ષ માટે રાહતની જાહેરાત કરાઈ છે. દર વર્ષે દક્ષિણ ગુજરાતમાંથી 10 હજારથી વધુ આઈટીના વિદ્યાર્થીઓ પાસ અભ્યાસ પૂર્ણ કરે છે. જેમને પણ આઈટી સેક્ટરમાં પ્રવેશ માટેની તક સર્જાશે.

200 વ્યક્તિ પાર્કને લગતાં લાભ લઈ શકે

ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે આઈટી પાર્ક માટેની જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે તેમાં એકંદરે 10 કંપનીઓ કે 200 વ્યક્તિઓ પણ આઈટી પાર્કને લગતી પોલીસીનો સીધો લાભ લઈ શકે છે. આ સાથે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને સ્કીલ ડેવલોપમેન્ટ માટે ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર હેઠળ 50 હજાર સુધીની સબસિડીથી પણ મોટો લાભ થશે.

આ પણ વાંચો :Surat : 24 દિવસ બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં, સંક્ર્મણ પણ ઘટતા તંત્રને મોટી રાહત

આ પણ વાંચો : Surat : તક્ષશિલા હોનારતમાં મોતને 22 માસુમ બાળકોના સ્મરણ માટે સ્મારક બનાવવાનું આયોજન

Next Article