Surat : સુરતના અડાજણ(Adajan)માં આવેલી એસ.એન.એન્ટરપ્રાઇઝના ડિલિવરી બોય(Delivery boy)એ ચીટીંગ(Cheating) કરવા માટે ગજબની ટેકનીક અપનાવી હતી. પોતાના જ મોબાઇલ(Mobile)થી ઓર્ડર કરીને સમાન મંગાવી બાદમાં આ ઓર્ડર કેન્સલ કરાવી ઓરીજનલ ચીજવસ્તુઓ કાઢી તેની જગ્યાએ ડુપ્લીકેટ સામાન કંપનીને પધરાવી દેતો હતો. આ ઠગ(Cheater) દ્વારા રૂપિયા 3.69 લાખની ઠગાઇ આચરવામાં આવી છે. છેતરપિંડીની આ કરતૂતે કંપનીના માલિકો અને સામાનની ડિલિવરી કરતી એજન્સીઓને ચોંકાવી દીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા નોવા કોમ્પ્લેક્ષ પાસે દીનદયાળનગરમાં રહેતા શિવમ સત્યપ્રકાશ તિવારી (ઉ.વ.૨૩) એસ.એન.એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની સેડોફેક્સ નામની બ્રાન્ચ ઓફિસ અડાજણ નુતન રો- હાઉસમાં આવી છે જ્યારે હેડ ઓફિસ અલથાણ ભીમરાડ કેનાલ રોડ એક્સયુસ બિઝનસમાં આવેલી છે.
જૂલાઇ-2023થી તેમની ઓફિસમાં સગરામપુરાના અકબર શહીદના ટેકરા પાસે રહેતા સમીર અયુબખાન પઠાણને નોકરી ઉપર લીધો હતો. વેસુમાં અલગ અલગ વિસ્તારમાં પાર્સલની ડિલીવરી આપવાનું કામ સમીરને સોંપાયું હતું. એક-દોઢ મહિના સુધી કામ કર્યા બાદ તેને કામ છોડી દીધું હતું. બીજી તરફ સમીરે જે સમયગાળામાં કામ કર્યું તે દરમિયાન અનેક ઓર્ડરમાં ડુપ્લીકેટ સામાન આવ્યો હોવાની અને તે સમાન રિટર્ન થયા હોવાની હોવાની વ્યાપક ફરિયાદો આવી હતી.
આ પણ વાંચો : Surat Video : સાડા ચાર દિવસના બાળકે 6 લોકોને જીવન બક્ષ્યુ, ભારતના ઈતિહાસમાં સૌથી નાની વયના બાળકનું ઓર્ગન ડોનેશન
આ બાબતની તપાસ કરવામાં આવતા સમીર જાતે જ પોતાના અલગ મોબાઇલ નંબરથી ઓર્ડર કરતો હોવાનું સામે આવ્યું હતું. આ સામાન ડિલીવરી માટે આપવામાં આવે ત્યારે તે સામાનને ખોલીને તેમાંથી ઓરિજનલ સામાન કાઢી લેતો હતો અને તેની જગ્યાએ ડુપ્લીકેટ સામાન મુકી પાર્સલ ફરી પેક કરીને રિટર્ન કરી દેતો હતો.
આવી રીતે સમીરે એક મહિનામાં 68 પાર્સલના ઓર્ડર કેન્સલ કરાવી તેમાંથી રૂપિયા 3.68 લાખનો સામાન કાઢી છેતરપીંડિ કરી હતી. બીજી તરફ સમીરની સાથે ન્યુ બમરોલીરોડ ઉપર મરાઠા નગરમાં રહેતો ડિલીવરી બોય જશવિન્દ્ર શત્રુધનસિંગ ચૌહાણે પણ અનેક પાર્સલો ચોરી કર્યા હોવાનું સામે આવતા બંનેની સામે અડાજણ પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published On - 7:26 am, Fri, 20 October 23