Surat : ખજોદ દુર્ઘટના બાદ નિર્ણય, દરેક ઝોનમાં વર્કશોપની એક ટીમ તૈનાત કરાશે

|

May 05, 2022 | 4:57 PM

સુરતમાં (Surat) ખજોદ ખાતે સફાઈ કામદાર કર્મચારીને સફાઈની કામગીરીને બદલે સુરત મહાનગર પાલિકાની ગાડીનું પંચર બનાવાની કામગીરી કરાવતા એક ખૂબ મોટો અકસ્માત થયો હતો. પરિવારજનોએ તેમાં આક્ષેપ કર્યો હતો કે આ ડ્યુટી તેની ન હોવા છતાં તેની પાસે આ કામ કરાવવામાં આવ્યું હતું.

Surat : ખજોદ દુર્ઘટના બાદ નિર્ણય, દરેક ઝોનમાં વર્કશોપની એક ટીમ તૈનાત કરાશે
Surat Khajod tragedy

Follow us on

સુરતમાં (Surat) બુધવારે જેસીબી (JCB)મશીનનું પંચર બનાવતી વખતે ટાયરની પ્લેટ છટકતાં બેલદારનું ગંભીર ઇજાથી મોત થયું હતું. ખજોદ ખાતે જેસીબીના ટાયરનું પંચર કરતી વખતે ટાયરની પ્લેટ છટકતાં પંચર કરી રહેલા બેલદારને ગંભીર ઇજા થયા બાદ મોત થયું હતું. તેથી સફાળા જાગેલા સુરત મનપાના તંત્રએ હવે તમામ ઝોનમાં વાહનોનાં રિપેરિંગ સહિતની કામગીરીની ધરાવતા કર્મચારીઓની ટીમ તૈનાત કરવા આદેશ કર્યો છે. જેથી જે-તે સ્થળે વાહનો બગડે ત્યારે તેને રિપેરિંગ સહિતની કામગીરી માટે તુરંત વર્કશોપની અનુભવી ટીમ જઇ શકે અને અણઆવડત ધરાવતા કર્મચારી પાસેથી કામ લેવું ના પડે અને સેફ્ટીનો મુદ્દો પણ સચવાઈ જાય. અધિકારીઓ સાથેની મીટિંગમાં ખજોદની ઘટના બાદ તુરંત સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આ આદેશ જારી કરી દીધો હતો.

સફાઈ કામદારની ડ્યૂટી જેસીબી મશીન પર જ હતી

જેસીબી મશીનમાં પંચર કરતી વેળા થયેલા અકસ્માતમાં સફાઇ કામદારનું મોત થતાં ચકચાર મચી ગઈ છે અને સફાઇ કામદાર શા માટે પંચર બનાવે એ અંગે ચર્ચા ઊઠી હતી. આ બાબતે વર્કશોપના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઇને હેત અને ખજોદ ડસ્પોઝલ સાઇટ ખાતે જેસીબી મશીન પર જ તેની નોકરી પૂછતાં જણાવ્યું હતું કે, મોત પામનાર સફાઇ કામદાર તરીકે જ નોકરી કરતા હતી. આથી જેસીબીમાં પંચર પડ્યું એટલે અન્ય કર્મચારીઓ સાથે તે પણ મદદ કરતા હતા અને આ અકસ્માત થયો હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

પાલિકાના લેબર યુનિયનો દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ

ખજોદ ખાતે સફાઈ કામદાર કર્મચારીને સફાઈની કામગીરીને બદલે સુરત મહાનગર પાલિકાની ગાડીનું પંચર બનાવાની કામગીરી કરાવતા એક ખૂબ મોટો અકસ્માત થયો હતો. પરિવારજનોએ તેમાં આક્ષેપ કર્યો હતો કે આ ડ્યુટી તેની ન હોવા છતાં તેની પાસે આ કામ કરાવવામાં આવ્યું હતું. ઘટના બાદ આ સફાઈ કામદારને 108માં એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મોત બાદ પરિવારજનો પર જાણે આભ ફાટી પડ્યું હતું. તેઓએ ન્યાયની માંગણી કરી હતી. આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે 302 જેવી કલમો દાખલ થાય અને આ સફાઈ કામદાર દીકરા ને ન્યાય મળે તેવી યુનિયન ના લીડરો દ્વારા મહાનગરપાલિકા તંત્રને ફરિયાદ કરવામાં આવશે.

Next Article