Surat : મહિલા સાથે ગર્ભાવસ્થામાં પણ કુકર્મ કરી મોબાઇલમાં રેકોર્ડિંગ કરતાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

|

Feb 03, 2022 | 6:52 AM

સુરતમાં પરિણીતા ગર્ભવતી હોવા છતાં વારંવાર ધાક - ધમકી આપી વરાછા ની એક હોટલ અને યોગીચોક પાસે આવેલી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો . આખરે પરિણીતાએ પોતાના પતિને વાત કરતા સમગ્ર મામલો કાપોદ્રા પોલીસમાં પહોંચ્યો હતો .

Surat : મહિલા સાથે ગર્ભાવસ્થામાં પણ કુકર્મ કરી મોબાઇલમાં રેકોર્ડિંગ કરતાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
Surat Kapodra Police Station

Follow us on

સુરતમાં(Surat)પરિણીતા ગર્ભવતી(Pregnant) હોવા છતાં વારંવાર ધાક – ધમકી આપી વરાછા ની એક હોટલ અને યોગીચોક પાસે આવેલી હોટલમાં લઇ જઇ બળાત્કાર(Rape) ગુજારતો હતો . આખરે પરિણીતાએ પોતાના પતિને વાત કરતા સમગ્ર મામલો કાપોદ્રા પોલીસમાં પહોંચ્યો હતો. આ ગુનામાં કાપોદ્રા પોલીસે સરથાણાના પારસ ઝાલાવાડિયા સામે ગુનો નોંધ્યો હતો . આ ઘટનાની વિગત મુજબ નાના વરાછા વિસ્તારમાં રહેતી અને 3 સંતાનોની માતાને નોકરીની લાલચ આપી સરથાણના યુવકે હોટલમાં લઇ જઇ ચપ્પુની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો . પીડિતા સગર્ભા હોવા છતાં બ્લેકમેઇલિંગ કરી તેની સાથે કુકર્મ કરાતું હતું . આ ગુનામાં કાપોદ્રા પોલીસે સરથાણાના પારસ ઝાલાવાડિયા સામે ગુનો નોંધ્યો હતો .

સુરતમાં રહેતી 31 વર્ષીય પરિણીતા મૂળ મહિસાગરના વતની છે . તેમને સંતાનમાં ૩ દીકરી છે . તેના પતિ હીરાના કારખાનામાં જોબ કરે છે . બે વર્ષ પહેલાં તેઓ સરથાણા સ્થિત નર્સરીમાં નોકરી કરતા હતા . જોકે , લોકડાઉન થતાં નર્સરી બંધ થઇ ગઇ હતી . બીજી નોકરી શોધવા લાગ્યા હતા

દરમ્યાન તેની બહેનપણી એ પારસ ભીખુભાઈ ઝાલાવડિયાનો મોબાઇલ નંબર આપ્યો હતો . તેણે નોકરી અપાવશે એવી વાતમાં બેસાડી તેણીને ડીઆર વર્લ્ડ પાસે આવેલી નામની હોટલ ખાતે લઇ ગયો હતો . ઇન્ટરવ્યુના બહાને એક રૂમમાં લઇ જઇ ઝાલાવડિયાએ પરિણીતાને નોકરીની લાલચ આપી શારીરિક અડપલાં કરવાના શરૂ કર્યા હતા . તેણીએ વિરોધ કર્યો તો ચપ્પુની અણીએ તારા પતિ અને છોકરીઓના ગળા કાપતા હું અચકાઇશ નહિ ” એવી ધમકી આપી હતી . ત્યારબાદ ગળા પર છરી મૂકી મોઢા પર રૂમાલનો ડૂચો મારી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ .

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો :  Surat : રેલવે પાર્સલ ઓફીસ પાસેથી 10 કિલો ગાંજા સાથે બે ઓરિસ્સાવાસી પકડાયા

આ પણ વાંચો : Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત

 

 

Published On - 6:43 am, Thu, 3 February 22

Next Article