Surat : કેમિકલ ગેસ લીક કેસમાં ક્રાઇમ બ્રાંચે મુંબઈની કંપનીના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી

|

Jan 11, 2022 | 5:39 PM

સુરતની સચિન જીઆઈડીસીમાં વરસાદી પાણીના નાળામાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલના નિકાલ કરવાના બનાવમાં 6 શ્રમિકોના મોત નિપજ્યા હતા. જે ગોઝારી ઘટનામાં પોલીસે મુંબઈની હિકલ કંપનીના ત્રણ અધિકારીઓની અટકાયત કરી છે

Surat : કેમિકલ ગેસ લીક કેસમાં ક્રાઇમ બ્રાંચે મુંબઈની કંપનીના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી
Surat Police Arrest Mumbai Company Three Officer In Chemical Gas Leak Case

Follow us on

સુરતની(Surat)સચિન જીઆઈડીસીમાં(Sachin GIDC)કેમિકલ ગેસથી(Chemical Gas)6 નિર્દોષના મોતની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) મુંબઈની(Mumbai)હાઈકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓની મેરેથોન પુછપરછ બાદ મોડી રાત્રે ધરપકડ કરી છે.

અમે કાયદેસર કેમિકલ વેસ્ટ વેચ્યું છે તેવું રટણ કરતા કંપનીના કર્મચારીઓએ ઉલટતપાસમાં ગુનો કબુલ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તે ઉપરાંત એક સ્થાનિક મિલમાલિકની ભૂમિકા પણ બહાર આવતા તેની ધરપકડ કરી છે.

સચિન જીઆઈડીસીમાં વરસાદી પાણીના નાળામાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલના નિકાલ કરવાના બનાવમાં 6 શ્રમિકોના મોત નિપજ્યા હતા. જે ગોઝારી ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈની હિકલ કંપનીના ત્રણ અધિકારીઓની અટકાયત કરી છે. આ તપાસ નો રેલો મુંબઈ સુધી પહોંચ્યો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ સાથે આ ઘટનાના દિવસે મુંબઈની કંપનીનું કેમિકલ ઠલવાઈ તેના થોડા કલાકો પહેલા જ સચિનની બજરંગ કંપનીએ પણ એસિડિક કેમિકલનો આ જ સ્થળે નિકાલ કર્યો હતો. જેથી પોલીસે બજરંગ કંપનીના ડિરેક્ટર રમણ બારીયા (રહે.પાંડેસરા)ની પણ ધરપકડ કરી છે.

સચિનની વિશ્વા પ્રેમ મીલના 6 કારીગરોના મોત અને 29 ને ગંભીર અસર થવાના પ્રકરણમાં સાપરાધ મનુષ્યવધ અને એન્વાયરોમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સુરત ક્રાઇમ બ્રાંચે સચિન વિસ્તારના સ્થાનિક ટ્રાન્સપોર્ટર ઉપરાંત ભરૂચ અને વડોદરામાં દરોડા પાડી ચારની ધરપકડ કરી હતી.

તેમની પૂછપરછમાં ઝેરી કેમિકલ વેસ્ટ મુંબઇ તળોજાની ફાર્મા ક્ષેત્રની હાઇકેલ નામની કંપનીમાંથી વાયા અંકલેશ્વર થઇ સચિન જીઆઇડીસીમાં લાવવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.આથી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓને પુછપરછ માટે સુરત તેડાવ્યા હતા અને તેમની પુછપરછ શરૂ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીમાંથી કબજે કરેલા મહત્વના દસ્તાવેજોના આધારે તેમની ઉલટતપાસ કરી હતી.અમે કાયદેસર કેમિકલ વેસ્ટ વેચ્યું છે તેવું અત્યાર સુધી રટણ કરતા કંપનીના કર્મચારીઓએ ઉલટતપાસમાં ગુનો કબુલતા ક્રાઈમ બ્રાન્ચે મોડીરાત્રે કંપનીના ત્રણ કર્મચારી ઉપરાંત આ પ્રકરણમાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝ (મિલ) ના માલિકની ભૂમિકા પણ બહાર આવતા તેની એમ કુલ ચારની ધરપકડ કરી છે.

હાઇકેલ કંપનીમાં સસ્ટેનીબીલીટી એન્ડ કોર્પોરેટ ઈએચએસ હેડ મનસુખભાઈ ગોકળભાઈ પટેલ, હાઇકેલ કંપનીમાં સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર અભય ,હાઇકેલ કંપનીમાં ક્રોપ પ્રોટેક્શન ડિવઝનના ઈએચએસ હેડ મછીન્દ્રનાથ મુરલીધર ગોર્હે ( મિલ ) ના માલિક રમણભાઇ ભલાભાઇ બારીયા તમામના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમના રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો : Surat: 790 સિનિયર સિટીઝન સહિત 1,465ને બુસ્ટર ડોઝ, શહેરમાં બપોર સુધી કોરોનાના અધધ 810 કેસ નોંધાયા

આ પણ વાંચો :  Vadodara: હનુમાનજીને તેલ ચડાવવા મૂર્તિ પાસે નહીં જવું પડે, એક બટન દબાવવાથી હનુમાનજીને તેલ અર્પણ થશે

Next Article