સુરત ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા: ISI એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતા ઈસમની કરી ધરપકડ

|

Dec 13, 2022 | 8:28 PM

Surat: ક્રાઈમ બ્રાંચે ISI એજન્ટ સાથે સાંઠગાઠ ધરાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. દિપક સાલુંકે નામના વ્યક્તિને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે જે સેનાને લગતી અતિસંવેદનશીલ માહિતી ISI એજન્ટ સાથે શેયર કરતો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા: ISI એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતા ઈસમની કરી ધરપકડ
દેશ વિરોધી ગતિવિધિ કરનાર ઝડપાયો

Follow us on

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક ઈસમની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. સુરતમાં રહેતા દીપક નામના ઇસમની સુરત પોલીસે ધરપકડ કરી છે. તે ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાની વ્યક્તિને આપતો હતો અને તેની પાસેથી આ માહિતી આપવા બદલ પૈસા મેળવતો હતો.

દેશ વિરોધી ગતિવિધિ કરનાર શખ્સ ઝડપાયો

સુરત શહેરને મોટી સફળતા મળી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાકિસ્તાનની એજન્સીના સંપર્કમાં રહેલા સુરતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ વ્યક્તિ સામે ભારતીય આર્મીને લગતી અતિ સંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરવા બાબતે ગુનો દાખલ કર્યો છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ઈસમની ધરપકડ કરી છે તેનું નામ દીપક સાલુકે છે. તે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્કમાં રહે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પાકિસ્તાનના હામિદ નામના ISI એજન્ટના સંપર્કમાં હતો દીપક સાલુંકે

દિપક પૂનમ શર્મા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાતચીત કરતા સમયે પાકિસ્તાનના હમીદ નામના ઈસમના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ હમીદે પોતે પાકિસ્તાનનો હોવાનું અને ISI માટે કામ કરતો હોવાનું દિપક સાલુકેને જણાવ્યું હતું. ત્યારબાદ હમીદે દીપકને ભારતીય સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું અને દીપકે ભારતીય સીમકાર્ડ હમીદને આપ્યા હતા. આ ઉપરાંત ભારતીય સૈન્યના અલગ અલગ ફોટો સોશિયલ મીડિયા ગુગલ અને યુટયુબ પરથી ડાઉનલોડ કરીને તે આ પાકિસ્તાનના ઈસમ હમીદને આપતો હોવાનું આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે. દીપકને આ ફોટો અને વિડીયો વોટ્સએપના માધ્યમથી મોકલવાના બદલામાં 75,856 રૂપિયા મળ્યા હોવાનું પણ તેને પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે.

6થી7 મહિનાથી પાકિસ્તાની વ્યક્તિના સંપર્કમો હતો દીપક સાલુંકે

આરોપી દિપકે પોલીસને ઉપર જણાવ્યું હતું કે, કોરોના મહામારી પહેલા તે સાંઈ ફેશન નામની એક દુકાન ધરાવતો હતો પરંતુ કોરોનામાં તેની આ દુકાન બંધ થતા તેને મની ટ્રાન્સફરનું કામ શરૂ કર્યું હતું અને તે સમયે એક વ્યક્તિએ પાકીસ્તાનથી સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાનની ચલણી નોટ બદલાવવા માટે જણાવ્યું હતું. દીપકને જે પૈસા મળતા હતા તે ક્રિપ્ટો કરંસીના માધ્યમથી મળતા હતા. ત્યારબાદ તે આ પૈસાને કન્વર્ટ કરી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો. દીપક 6થી 7 મહિનાથી હમીદ નામના વ્યક્તિના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવી ડિટેલ્સમાં પૂછપરછ કરવામાં આવશે.

Published On - 7:42 pm, Tue, 13 December 22

Next Article