Surat : ક્રાઇમ બ્રાન્ચે ચોરીના મુદ્દામાલ સાથે ચીકલીગર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ચીકલીગર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. આ ઈસમોની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત તેમજ ગીર સોમનાથ અને નવસારીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે

Surat : ક્રાઇમ બ્રાન્ચે ચોરીના મુદ્દામાલ સાથે ચીકલીગર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી
Surat Chikhliagar Gang Accused Arrest
| Edited By: | Updated on: Dec 15, 2022 | 11:47 PM

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ચીકલીગર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. આ ઈસમોની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત તેમજ ગીર સોમનાથ અને નવસારીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઘરપુર ચોરીના ગુનામાં ભાગતા ફરતા આરોપી સત્તુસિંગ ભાદા, આયાસિંગ ભાદા અને નિર્મળસિંગ ભાદાની ધરપકડ કરી છે. આ ત્રણેય ઈસમો પાસેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચાંદીની 2 જોડી પાયલ, 1, જોડી કડલા આ ઉપરાંત ચોરી કરવાનો સામાન અને ચોરી કરેલી મોટરસાયકલ જપ્ત કરી છે. આમ આરોપી પાસેથી કુલ 50,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તિજોરીનું  લોક તોડીને તેમાંથી ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં ઉધનામાં થયેલ ઘરફોડ ચોરીની કબુલાત આરોપીઓએ કરી હતી.. 4 ડિસેમ્બર 2022ના રોજ રાત્રિના સમયે ઉધના BRCગેટ સામે આવેલા ગુરુદ્વારાની ચાલમાંથી આરોપીઓએ પહેલા એક મોટરસાયકલની ચોરી કરી હતી. ત્યારબાદ ત્રીપલ સીટમાં ઉધનામાં આવેલ ઓમ શ્રી સાઈ જલારામ સોસાયટીમાં બંધ મકાનમાં તેઓ ઘુસ્યા હતા અને તિજોરીનું  લોક તોડીને તેમાંથી ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી પોલીસે 24,260ના ચાંદીના 2 જોડ પાયલ અને 1 જોડ કડલાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનમાં બે ગુના, ઉધના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી સત્તુસિંગ ભાદા સામે ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનમાં બે ગુના, ઉધના પોલીસ સ્ટેશનમાં બે ગુના અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. આ ઉપરાંત આયાસિંગ ભાદા નામના આરોપી સામે ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનમાં બે ગુના અને નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનમાં ગરફોર ચોરીનો એક ગુનો નોંધાયો છે.

Published On - 11:47 pm, Thu, 15 December 22