Surat : અદાલતે પોતાની જ પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા ફટકારી

|

Dec 29, 2022 | 6:07 PM

સુરતમાં પોતાની જ પુત્રીની હત્યા કરનાર પિતાને કોર્ટ દ્વારા સમગ્ર પુરાવાને ધ્યાનમાં રાખતા આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં આરોપી પિતાની ઉઘ બગડી જતા પિતાએ પોતાની જ 8 માસની દીકરીને જમીન સાથે પછાડી હત્યા કરી હતી. જો કે ત્યાર બાદ પોતે જ પુત્રીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો.

Surat : અદાલતે પોતાની જ પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા ફટકારી
Surat Court Order Father life imprisonment In Dauther Murder

Follow us on

સુરતમાં પોતાની જ પુત્રીની હત્યા કરનાર પિતાને કોર્ટ દ્વારા સમગ્ર પુરાવાને ધ્યાનમાં રાખતા આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં આરોપી પિતાની ઉઘ બગડી જતા પિતાએ પોતાની જ 8 માસની દીકરીને જમીન સાથે પછાડી હત્યા કરી હતી. જો કે ત્યાર બાદ પોતે જ પુત્રીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે દીકરીને મૃત જાહેર કર્યો હતો.જો કે આ સમગ્ર મામલો પીએમ થયા બાદ ચોકાવનારા રિપોર્ટ સામે આવ્યા હતા.

આવેશમાં આવીને પોતાની દીકરીને ઉચકીને જમીન સાથે પછાડી  હતી

જેને લઈને પોલીસે આરોપી પિતાની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી હતી.જે મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટ દ્વારા સમગ્ર પુરાવા ને આધારે આખરે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે.સુરત શહેરમાં ગત 11 મેં 2020ના રોજ સલાબતપુરા વિસ્તારમાં આવેલ રેશમવાડમાં આરોપી ઉમેશ હસન શેખ જેઓ સવારે સુતા હતા ત્યારે તેમની જ દીકરી અચાનક ઊંઘમાંથી ઉઠીને રડવા લાગી હતી જેને લઈને આરોપી ઉમેશ હસન આવેશમાં આવીને પોતાની દીકરીને ઉચકીને જમીન સાથે પછાડી  હતી  અને ડીકા અને મુકાના માર માર્યો હતો. કે ત્યારબાદ દીકરી બેભાન થઇ જતા પોતે જ દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે દીકરીને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

ડોક્ટરે દીકરીને જોતા તેના શરીર ઉપર કેટલાક બીજાના નિશાનો મળી આવતા મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમમાં કરાવ્યું હતું અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોકાવનારું રિપોર્ટ સામે આવતા જ સલાબતપુરા પોલીસ સૌ પ્રથમ વખત તો પિતાને આ મામલે કડકાઈથી પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી આ મામલે  કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

Clove : રોજ રાતે સુતા પહેલા 2 લવિંગ ચાવવાથી શું થશે?
છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન

સરકારી વકીલે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી દલીલો કરી હતી

કોર્ટમાં આ કેસ દરમિયાન મૃતક બાળકીની માતાની જુબાની પણ લેવામાં આવી હતી તે ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવોને લઈને કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. આ મામલે સરકાર તરફી વકીલ એ.પી.પી વિશાલ ફળદુક દ્વારા આરોપી પિતાને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી દલીલો કરવામાં આવી હતી. સમગ્ર દલીલોને અને મેડિકલ અને અન્ય પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટ દ્વારા પુત્રીના આરોપી પિતા ઉમેશ હસન શેખને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

Next Article