
સુરતના(Surat) પુણા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ(Rape) કરી હત્યા કરવાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની(Death Sentence) સજા ફટકારી છે . જેમાં સુરત એડિશનલ ડ્રિસ્ટિક એન્ડ સેશન્સ કોર્ટના જજ ડી પી ગોહિલ દ્વારા આ સજા સંભળાવવામાં આવી હતી. જેમાં 14 એપ્રિલ 2022 ના રોજ 3 વર્ષીય બાળાનું નિદ્રાવન પરિવાર પાસેથી ફૂટપાથ ઉપરથી અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણને પોલીસે ઝડપી પાડી તમામ પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરતા 91 દિવસમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી વધુ એક દાખલો બેસાડ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, અપહરણ બાદ બાળકીને નજીકના બસ પાર્કિગ પાસે લઇ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરી દેવાઈ હતી. ત્યારબાળ બાળકીની લાશને દફનાવી દેવાઈ હતી. આજ રોજ સુરત કોર્ટમાં આ કેસ આરોપી કોર્ટ કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે.
સદર ગુન્હાનો કેસ સુરતના તત્કાલીન એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એસ.કાલા તથા હાલ આ જજમેન્ટ આપનાર ડી. પી. ગોહીલ ની કોર્ટમાં ચાલી જતા મુખ્ય સરકારી વકીલ નયન એલ. સુખડવાલાની ધારદાર દલીલોનો ગ્રાહ્ય રાખી અને આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા તેમજ કેસ પુરવાર થતા આરોપી- રામપ્રસાદ ઉર્ફે લલ્લનસીંગ મહેશસીંગ જાતે ગૌણ ને ઇ.પી.કો કલમ-363 , 377 , 302, 201 તથા પોક્સો એક્ટની કલમ-3(એ), 4, 5 ⟨આઇ)(એમ),6,7,8 મુજબના ગુનામાં તા. 20/07 /2022 ના રોજ કસુરવાલ ઠેરવેલ છે.
આ કેસ નામદાર એડીશનલ ડીસ્ટ્રીકટ જજ ડી.પી. ગોહિલ સાહેબની કોર્ટમાં ચાલી જતા મુખ્ય સરકારી વકીલ નયન એલ. સુખડવાલાની ધારદાર દલીલોનો ગ્રાહ્ય રાખી અને આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા તેમજ કેસ પુરવાર થતા આરોપીને તા. 26 /07/2022 રોજ ઇ.પી.કો કલમ ૩૬૩ ના ગુનામાં 3 વર્ષની સખત સજા અને 1,000 /- રૂ. દંડ, ઇ.પી.કો ના કલમ 377 ગુનામાં 10 વર્ષની સખત સજા અને 2,000 /- રૂપિયા દંડ, ઇ.પી.કો કલમ 302 ના ગુનામાં મૃત્યુદંડની એટલ કે ફાંસીની સજા અને 3,000 /- રૂપિયા દંડ, પોકસો એકટની કલમ ૩(એ) અને ૪ ના ગુનામાં 10 વર્ષની સખત સજા અને 1,000 /- રૂપિયા દંડ, પોકસો એકટની કલમ ૫(આઇ)(એમ) અને 6 ના ગુનામાં 10 વર્ષની સખત સજા અને 2000 /- રૂપિયા દંડ, પોકસો એકટની કલમ 7 અને 8 ના ગુનામાં ૩વર્ષની સખત સજા અને 5000 /- રૂપિયા દંડ તેમજ ભોગબનનારને વળતર વળતર પેટે ગુજરાત વિકટીમ શિડયુલ મુજબ રકમ રૂ. 3 લાખ વળતર તરીકે ચુકવાવા હુકમ ફરમાવેલ છે.
આ કેસની અંદર સરકારી વકીલ નયનભાઈ સુખડ વાળા ની સ્પેશિયલ નિમણૂક કરવામાં આવી હતી અને તેજ ઝડપી ચાલે તે માટે આખી વકીલ ટીમ અને પોલીસ કર્મચારી ની ટીમ બનાવવી હતી ત્યારે સરકારી વકીલ નયનભાઈ સુખડ વાળા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેસની અંદર 700 વધુ હોવાથી અને કેસને મજબૂત પુરાવા સાથે રજૂ કરી અને આરોપીને સજા મળે તે માટે પ્રયત્ન કરવામાં હાલમાં આવી રહ્યા છે.
Published On - 5:03 pm, Tue, 26 July 22