Surat: અમેરિકાના ગ્રીનકાર્ડ અપાવવાના બહાને કામરેજની મહિલા પાસે 20 લાખ ખંખેરી લેનાર દંપતિની થઈ ધરપકડ

|

Jun 30, 2022 | 6:44 PM

ગ્રીનકાર્ડ અપાવવાના બહાને કામરેજના માતા પુત્ર સાથે છેતરપીંડી કરનાર દંપતીને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આ દંપતી પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. જોકે મુખ્ય મહિલા આરોપી હજુ પોલીસ પકડથી દુર છે.

Surat: અમેરિકાના ગ્રીનકાર્ડ અપાવવાના બહાને કામરેજની મહિલા પાસે 20 લાખ ખંખેરી લેનાર દંપતિની થઈ ધરપકડ
ફોટો - આરોપી

Follow us on

Surat: ગ્રીનકાર્ડ અપાવવાના બહાને કામરેજના માતા પુત્ર સાથે છેતરપીંડી (Fraud) કરનાર દંપતીને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આ દંપતી પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. જોકે મુખ્ય મહિલા આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. જેને શોધવા પોલીસે તજવીજ શરૂ કરી છે. કામરેજના નીલકંઠ રેસીડેન્સી ખાતે રેહતા ગીતાબેન રાશમીયાએ પોતાના અને પુત્ર મયંકના અમેરિકાના ગ્રીન કાર્ડ બનાવવામાં માટે પોતાના મિત્ર એવા પારુલ રાઠોડ અને તેના પતિ દીપક શાહને 55 લાખ રૂપિયામાં કામ આપ્યું હતું અને જે પેકીના 20 લાખ રૂપિયા રોકડ અને બેંક ટ્રાન્સફરથી ચૂકવ્યા હતા. જોકે કામ તો થયું નહિં પરંતુ આરોપીઓએ ફોન પણ ઉચકવાના બંધ કરી દીધા હતા. જેથી ગીતા બહેનને છેતરપીંડી થયાનો અહેસાસ થતા કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જોકે પોલીસ ફરિયાદ બાદ કામરેજ પોલીસે આરોપી દીપક શાહની ધરપકડ કરી પૂછપરછ કરતા 20 લાખ પેકીના 15 લાખ રૂપિયા અમદાવાદના પોતાના મિત્ર મોહિત ચૌહાણ તેમજ મિત્રની પત્ની દીપિકા ચૌહાણના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસ દ્વારા અમદાવાદથી દંપતીને તપાસ માટે બોલાવતા આરોપી મોહિત ચૌહાણે પોતે સરકારી ઓફિસર હોવાનું તેમજ પત્ની દીપિકા ચૌહાણ ઇન્કમ ટેક્સ ઓફિસર હોવાનો પોલીસને રોફ બતાવ્યો હતો.

આ પણ વાંચો

જોકે પોલીસ દ્વારા કડકાઈથી તપાસ કરવામાં આવતા બંને પતિ પત્ની પોલીસને ગુમરાહ કરવા માટે પોતે સરકારી અધિકારી હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. પરંતુ આખરે ભાંડો ફૂટી ગયો હતો. અને પોલીસે બંનેની ધરપકડ કરી આરોપી દંપતી પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ કબજે કરી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય મહિલા આરોપી પારુલ રાઠોડને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ એ દિશામાં પણ તપાસ કરી છે કે આ દંપતીએ આ અગાઉ પણ આ પ્રકારે કોઈની સાથે છેતરપિંડી કરીને તેમના શિકાર બનાવ્યા છે કેમ.

Next Article