ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલુ રાખવા માટે એક પછી એક કામગીરી માટે ટેન્ડર મંગાવવામાં આવી રહ્યાં છે. સુરતમાં(Surat ) વર્ષ 2024 સુધીમાં મેટ્રો(Metro ) રેલ દોડતી થઈ જશે તેવા અંદાજા સાથે કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરત મેટ્રોમાં મુસાફરી કરવા માટે સુરતીઓએ ટિકીટ લેવા માટે સરળમાં સરળ વ્યવસ્થા કરવા માટે પણ જીએમઆરસીએ ઓપન લુપ ટિકીટિંગ સિસ્ટમ રાખવા માટેનું સૂચન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જેથી હવે શહેરીજનો સુરત મેટ્રોમાં મુસાફરી કરવા માટે કાર્ડની સાથે સાથે મોબાઈલ બારકોડ સ્કેનીંગથી પણ આસાનીથી મુસાફરી કરી શકશે અને લોકોના સમયનો બગાડ પણ નહી થાય. જીએમઆરસીએ સુરત મેટ્રો માટે ઓપન લુપ ટિકીટિંગ સિસ્ટમ તેમજ ઓટોમેટિક ફેર લેક્શન સિસ્ટમ પીપીપી ધોરણે કરવા માટે ટેન્ડરો પણ બહાર પાડ્યા છે. આ ઓપન લુપ ટિકીટ સિસ્ટમમાં કેટલીક વાર કાર્ડ શોધવાને બદલે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પણ ટિકિટના રૂપિયાની ચુકવણી કરવું શહેરીજનો માટે વધુ આસાન બની રહેશે, તેમજ આ ઓપન – લૂપ ટેક્નોલોજી સાથે અન્ય ઉપકરણો દ્વારા ચુકવણી કરવી શક્ય બનશે.
તેમજ જો પ્લાસ્ટિક કાર્ડ મોબાઇલ સાથે લિંક કરેલું હોય તો , મોબાઇલને પણ સિંગલ ટેપ કરીને પણ ટિકીટ લઈ શકાશે. આ ઉપરાંત QR કોડ સ્કેનથી સમયની બચત થશે. આમ હવે લોકોને મેટ્રોની ટિકિટ માટે ટોકન નહીં લેવી પડે એ નક્કી છે. મેટ્રો ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ સમગ્ર દેશમાં ઘણા શહેરોમાં કરવામાં આવે છે. મોટા ભાગના મેટ્રો શહેરોમાં મેટ્રો રેલ માટે હજુ પણ ટોકન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તે લોકોને મુસાફરી દરમિયાન વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, અને લોકોનો કતારમાં ઉભા રહીને સમયનો બગાડ થાય છે, તેમજ બીજી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
ત્યારે આ બધાને દૂર કરવા માટે હવે નવી સિસ્ટમ માટે જીએમઆરસી દ્વારા ક્યુઆર ( QR કોડ ) કોડ સ્કેનની સિસ્ટમનો અમલ કરવા સુચન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ બજેટમાં વન જર્ની- વન ટિકીટની જોગવાઈ કરી છે ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં માસ ટ્રાન્સપોટ્રેશનને પ્રોત્સાહન આપવા માટે બસ સેવા તો શરૂ કરવામાં આવી છે. જેમાં સીટીબસ , બીઆરટીએસ , ઈલેકટ્રીક બસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હવે ઓટો રીક્ષા પ્રોજેક્ટ પણ લાગુ કરવામાં આવ્યો છે.
સુરતીઓને લાસ્ટ માઈલ કનેક્ટીવીટી મળી રહે તે માટે બુલેટ ટ્રેન , મેટ્રો ટ્રેન , બસ , રીક્ષા , બાઈસીકલ બધા જ ટ્રાન્સપોર્ટેશન એક બીજા સાથે ઈન્ટરલીંક થાય તે રીતનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. અને એક જ કાર્ડ થી તમામ ટ્રાન્સપોર્ટેશનમાં લાભ લઈ શકાશે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે . અને હવે મહત્વની વાત તો એ છે કે કે , મેટ્રોમાં મુસાફરી કરવા માટે કાર્ડ સ્વાઈપ કરીનેપણ પેમેન્ટ કરી શકાશે.
આ પણ વાંચો :