સુરત (Surat ) મનપાનું ગુજરાત સ્થાપના દિને 8 ઝોનમાં 50 બેડની હોસ્પિટલો(Hospital ) શરુ કરવાનું આયોજન છે. આ હોસ્પિટલો માટે જરૂરી સાધનોની ખરીદી અને સ્ટાફની ભરતી માટે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવશે.જેમાં ભાઠેના , પાલ , કતારગામ અને બમરોલી હેલ્થ સેન્ટરોમાં હોસ્પિટલ શરુ કરવાનું પ્રથમ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે.
અહીં 50 બેડની હોસ્પિટલ શરુ થાય તેવી સંભાવના વધુ છે. સ્થાયી સમિતિ દ્વારા સૂચિત 50 બેડની હોસ્પિટલો માટે જરૂરી સ્ટાફ માટે મંજૂરી મળ્યેથી આરોગ્ય વિભાગ દ્વારા આનુષંગિક ભરતી માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. મનપાના દરેક ઝોનમાં સ્મીમેર હોસ્પિટલ પરનું ભારણ ઘટાડવાના હેતુથી આ 50 બેડની હોસ્પિટલો શરુ કરવાની તજવીજ શરુ કરી દેવામાં આવી છે .
ઉધના – બી ઝોનમાં 50 બેડની હોસ્પિટલ માટેનું નવું બિલ્ડિંગ ઊભું કરવાનું રહેશે . આ સિવાય બાકીના 8 ઝોનમાં 50 બેડની હોસ્પિટલો શરુ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે . જે પૈકી ભાઠેના , બમરોલી , કતારગામ અને પાલ શહેરી આરોગ્ય કેન્દ્ર પર આગામી પહેલી મે થી 50 બેડની હોસ્પિટલો માટે જરૂરી મેડિકલ , પેરામેડિકલ સ્ટાફ તથા સફાઇ કર્મીઓની જગ્યા ઊભી કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ આગામી દિવસોમાં દરખાસ્ત રજૂ થશે.
સુરત મનપા પાસે ઉપલબ્ધ સ્ટાફનો ઉપયોગ પણ કરાશે અને મોટાભાગે આ હોસ્પિટલો માટે જરૂરી જેટલી જગ્યાઓ કોન્ટ્રાક્ટ ધો૨ણે ભરવામાં આવી તેવી શક્યતા છે . ખાસ કરીને ફીઝિયોથેરાપી અને ડેન્ટલ સુવિધાઓ હોસ્પિટલોમાં તાત્કાલિક ઊભી કરવામાં આવશે. મોટાભાગે ચાર શહેરી આરોગ્ય કેન્દ્રો ૫૨ પહેલી મે થી 50 બેડની હોસ્પિટલો શરુ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. આ હેલ્થ સેન્ટરો પર બેડની સુવિધા ઉપલબ્ધ થઇ ગઇ છે અને ફીઝિયોથેરાપી , ડેન્ટલ સુવિધા માટે સાધનોની ખરીદી , જરૂરિયાત મુજબના સ્ટાફની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે કોરોના પછી સુરત મહાનગરપાલિકાએ પોતાનું આરોગ્ય માળખું વધુ મજબૂત બનાવવાનું નક્કી કર્યું છે. અને તેના માટે બજેટમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે. અને આ હેતુસર જ હવે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ પરનું ભારણ ઓછું કરવા દરેક ઝોનમાં 50 બેડની નાની હોસ્પિટલ શરૂ કરવાની તજવીજ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :