Surat: બે અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો, કન્ટેઈન્મેન્ટ ઝોન 600થી ઘટીને 126 થયા

|

Jan 31, 2022 | 12:05 PM

સંખ્યાબંધ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે કોરોનાની ત્રીજી લહેર ખુબ જ ઝડપથી સુરત સહિત દેશમાં ફેલાઈ હતી. પરંતુ જેટલી ઝડપે કેસો ફેલાય તેટલી જ ઝડપે કેસો નિયંત્રણમાં પણ આવી જતા તંત્રને હાશકારો થયો છે

Surat: બે અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો, કન્ટેઈન્મેન્ટ ઝોન 600થી ઘટીને 126 થયા
File Image

Follow us on

ઓમિક્રોન (Omicron) વેરિયન્ટને કારણે કોરોનાની ત્રીજી લહેર (Third Wave ) ખુબ ઝડપભેર પ્રસરી જતાં લોકોમાં તેમજ આરોગ્ય સત્તાધીશોમાં કોરોનાનાં કેસો બાબતે દહેશત ફેલાઈ હતી, પરંતુ છેલ્લા 13 દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ સરકારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

તા .18મી જાન્યુઆરીએ 3563 પોઝિટિવ કેસો સાથે કોરોનાની ત્રીજી લહેર પીક ઉપર હતી, પરંતુ ત્યારબાદ પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે .જોકે 30મી જાન્યુઆરીનાં રોજ સુરત શહેરમાં માત્ર 398 પોઝિટીવ કેસો જ નોંધાયા હતા. છેલ્લા 13 દિવસની આંકડાકીય વિગતો ધ્યાનમાં લઈએ તો શહેરમાં કોરોના પોઝિટીવ કેસોમાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે અને 13 દિવસમાં કોરોનાથી 33 વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનાર મોટાભાગના લોકોને ડાયાબીટીસ, બ્લડપ્રેશર સહિતની અન્ય બીમારી હોવાનું પણ જણાયું છે.

ત્રીજી લહેરમાં માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન 600થી ઘટીને માત્ર 126

શહેરીજનો ત્રણ ત્રણ કોરોનાની લહેરમાંથી પસાર થયા છે. જેમાં કોરોનાની બીજીલહેર સૌથી ઘાતક સાબિત થઈ હતી. સંખ્યાબંધ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે કોરોનાની ત્રીજી લહેર ખુબજ ઝડપથી સુરત સહિત દેશમાં ફેલાઈ હતી. પરંતુ જેટલી ઝડપે કેસો ફેલાય તેટલી જ ઝડપે કેસો નિયંત્રણમાં પણ આવી જતા તંત્રને હાશકારો થયો છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

કોરોનાની બીજી લહેરમાં સુરત શહે૨ માં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 2100 સુધી પહોંચી જવા પામી હતી. જ્યારે કોરોનાની ત્રીજી લહેરમાં માત્ર એક જ મહિનામાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 600 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ હવે કેસો ઘટના માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલ સુરતમાં માત્ર 126 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 17 હજાર નાગરિકો હોમ ક્વોરોન્ટાઈન છે .

કોરોનાની ત્રીજી લહેરમાં મહાનગર પાલિકાના 310 કર્મચારીઓ કોરોના સંક્રમિત

સુરત શહેરમાં કોરોનાની ત્રીજી લહેરે વેગ પકડ્યો ત્યારે લોકો વચ્ચે જઈ કામ કરતો સુરત મહાનગર પાલિકાનો સ્ટાફ પણ ખુબ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થયો હતો. માત્ર દોઢ જ મહિનાના સમયગાળામાં સુરત મહાનગર પાલિકાના 310 કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ તે પૈકી મોટાભાગના કમર્ચારીઓ કોરોનાને મ્હાત આપી ફરીથી ફરજમાં જોડાઈ ગયા છે. હાલમાં સુરત મહાનગર પાલિકાના માત્ર 32 જેટલા કર્મચારીઓ જ કોરોના સંક્રમિત છે. જેઓની સારવાર ચાલી રહી છે.

વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું

શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થવાની સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ કોરોનાનું સંક્મણ ઘટ્યું છે. સુરત શહેરમાં કુલ 24 વિદ્યાર્થીઓ પોઝિટીવ નોંધાયા હતા. જેમાં ગુરુકુળ શાળા , રાયનશાળા , ફાઉન્ટેનહેડ શાળા , શારદાશાળા , નવનિર્માણ શાળા , ઉધના સીટીઝન કોલેજ , સર્વોદય શાળા , પી પી સવાણી શાળા , એલ પી ડી શાળા , માતૃભૂમી શાળા , કે પી કોલેજ , પરમશાળા તથા અન્ય શાળાઓ અને કોલેજમાં વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા જે તે શાળાના જે તે વર્ગો મનપા દ્વારા બંધ કરાવવામાં આવ્યા છે . ઉલ્લેખનીય છે કે , સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ શહેરની વિવિધ શાળાઓમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે.

Next Article