સુરતના મોટા ઉદ્યોગપતિ એવા વસંત ગજેરાનું દેશના સૌથી મોટા PNBબેંક ફ્રોડ કૌભાંડમાં સામેલ હોવાની હકીકત સામે આવી છે. વસંત ગજેરા પર ઉમરા પોલીસ મથકની હદ વિસ્તારમાં ચાલી રહેલી જમીન વિવાદના કેસમાં કરાયેલી અરજી દરમિયાન આ ચોકાવનારી હકીકત સામે આવી છે. જેમાં વસંત ગજેરા એ જમીનના કેસમાં તારીખે હાજર ન રહેવું પડે માટે કાયમી હાજરી મુક્તિ માટેની અરજી કરી હતી જે નામદાર કોર્ટે આજે ના મંજૂર કરી છે. કાયમી હાજરી મુક્તિ માટેની આ અરજીની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ સમક્ષ હકીકત સામે આવી છે કે પી એન બી બેન્કનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી ની સાથે સુરતના વસંત ગજેરા નું સીધું કનેક્શન હતું અને તેની સાથે મળીને અનેક ફ્રોડ કર્યા છે.જમીનના એક કેસમાં વસંજ ગજેરાએ કરેલી કોર્ટમાં કાયમી હાજરી મુક્તિની અરજીને કોર્ટે ના મંજૂર કરતા હકીકત સામે આવી હતી.
દેશમાં અત્યાર સુધી અનેક મોટા બેંક કોભાંડો સામે આવ્યા છે. તે બધામાં સૌથી મોટું પંજાબ નેશનલ બેંક સાથે આચારવામાં આવેલું કૌભાંડ છે.જેની તપાસ હજુ પણ સીબીઆઇ કરી રહી છે. અને આ હજારો કરોડના બેંક કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી દેશ છોડી વિદેશ ભાગી ગયો છે.ત્યારે દેશમાં તેણે જેની જેની સાથે મળી આ કૌભાંડ આચર્યું છે તેના સુધી સીબીઆઇની ટીમ પહોંચી ચૂકી છે અને તેની ધરપકડ કરીને તેના સામે કાયદેસર કાર્યવાહી પણ કરી છે. આ તમામની વચ્ચે આજે સુરત કોર્ટમાં ખૂબ જ મહત્વની જાણકારી સામે આવી છે.અત્યાર સુધી કોઈને ખબર ન હતી તે વાત સુરત કોર્ટમાંથી માંથી ખુલાસો થયો છે. મેહુલ ચોક્સી સાથે મળી જેમણે પીએનબી બેંક સાથે મળી કૌભાંડ આચર્યું છે તેમાં સુરતના નામચીન ઉદ્યોગપતિ વસંત ગજેરાનું પણ નામ ખોલવા પામ્યું છે. વસંત ગજેરા ની અગાઉ સીબીઆઇ દ્વારા ધરપકડ કરીને આરોપી નંબર છ તરીકે સીબીઆઇ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા.
સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા નો ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જમીનને લઈ એક વિવાદ ચાલી રહ્યો છે. જેમાં તેમની સામે વેસુ ગામમાં જમીન પચાવી પાડવાની કેસ કરવામાં આવ્યો છે. તેમાં વસંત ગજેરા એ સુરત નામદાર કોર્ટ સમક્ષ જ્યારે તારીખ પડે છે ત્યારે ફરજિયાત હાજર ન રહેવા માટે અરજી કરી હતી. અને આ કાયમી હાજરી મુક્તિ માટેની અરજી દરમિયાન ફરિયાદીના વકીલ દ્વારા વસંત ગજેરા ખૂબ જ ગંભીર ગુનાઓમાં સંડવણી હોવાનું જણાવી પીએનબી બેંક કૌભાંડમાં પણ તેની સંડવણી હોવાના પુરાવા રજૂ કર્યા હતા.જેથી તેમને કાયમી હાજરી મુક્તિ ન આપવા માટે દલીલ કરી હતી. સુરત કોર્ટ દ્વારા તમામ માન્ય પુરાવાઓને ધ્યાન રાખી મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કાયમી હાજરી મુક્તિ માટેની તેમની સીઆરપીસી 205 મુજબની અરજીને સુરત નામદાર કોર્ટે ના મંજૂર કરી છે.
ઉમરાની જમીન વિવાદ કેસમાં ફરિયાદીના વકીલ શૈલેષ પટેલે દલીલ દરમિયાન આજે નામદાર કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આ કામના મુખ્ય આરોપી વસંત ગજેરા ભારત દેશના સૌથી મોટા પીએનબી બેંક ફ્રોડ પબ્લિક મનીના ચીટીંગ કેસના મુખ્ય આરોપી મેહુલ ચોક્સી સાથે મળી ફ્રોડમાં સામેલ છે. આ માટે નામદાર સીબીઆઇ કોર્ટે આરોપી વસંત ગજેરાને આરોપી નંબર છ તરીકે ફોજદારી કેસમાં પણ જોડેલા છે. અને વસંત ગજેરા એ પોતે મુંબઈ સીબીઆઇ કોર્ટમાંથી પીએનબી બેંક ફ્રોડ કેસમાં જામીન લેવા પડ્યા છે. વકીલ શૈલેષ પટેલે સુરત નામદાર કોર્ટની આ દલીલ દરમિયાન આ તમામ પુરાવાઓ રજૂ કર્યા છે અને આ પુરાવાઓ રજૂ કરતા ની સાથે પીએનબી બેંક કૌભાંડ નું સીધું કનેક્શન સુરત સાથે પણ જોડાયેલું હોવાનું સત્તાવાર સામે આવ્યું છે.
સુરતના ઉદ્યોગપતિ સામેના ચાલી રહેલા કેસ સામે દલીલ કરતા વકીલ શૈલેષ પટેલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આ જ પ્રકારના અન્ય લેન્ડ ગ્રેબિંગના ગુનાઓમાં પણ આરોપી વસંત ગજેરા સંઘવાયેલા છે અને દેશના સૌથી મોટા પીએનબી બેંક ફ્રોડના આરોપી વસંત ગજેરા હોવાથી આવા સર્ટિફાઇડ લેન્ડ ગ્રેબરને કોર્ટમાં હાજરી મુક્તિ અંગેની કોઈ પણ સવલતો આપી શકાય નહીં. ત્યારે આ પ્રકારની દલીલોને ધ્યાને રાખી સુરત નામદાર કોર્ટે આરોપી વસંત ગજેરાએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 205 મુજબ કરેલી કાયમી હાજરી મૂકી માટેની અરજીના મંજૂર કરતો હુકમ કર્યો છે.
Published On - 7:53 pm, Wed, 21 December 22