Surat : છુટા પૈસા આપવાના બહાને દુકાનદારોને છેતરનાર મહાઠગ પોલીસને હાથે ઝડપાયો

સુરત પોલીસના હાથે ઝડપાયેલો આરોપી હિન્દી સિરીયલ રાધાકૃષ્ણમાં ભીમ અને કંચનાના પાત્રનું એક્ટિંગ કરતો હતો અને એક્ટિંગ કરવાના અનુભવનો ઉપયોગ લોકોને છેતરવામાં કરતો હતો. ઉપરાંત ડ્રગ્સના નશા અને વૈભવી લાઈફ સ્ટાઈલ પૂરી કરવા લોકો સાથે છેતરપીડી કરી રૂપિયા એકત્ર કરી ઉડાવતો હતો.

Surat : છુટા પૈસા આપવાના બહાને દુકાનદારોને છેતરનાર મહાઠગ પોલીસને હાથે ઝડપાયો
| Edited By: | Updated on: Jul 03, 2023 | 8:47 PM

Surat: રાંદેર પોલીસે છુટા પૈસા આપવાના બહાને અલગ અલગ દુકાનદારોને છેતરનાર મહા ઠગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઠગને ઝડપી પડાયા બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ખૂબ જ પ્રચલીત હિન્દી સિરીયલ રાધાકૃષ્ણ માં ભીમ અને કંચના પાત્રનું એક્ટિંગ કરતો હતો અને એક્ટિંગ કરવાના અનુભવનો ઉપયોગ લોકોને છેતરવામાં કરતો હતો. ઉપરાંત ડ્રગ્સના નશા અને વૈભવી લાઈફ સ્ટાઈલ પૂરી કરવા લોકો સાથે છેતરપીડી કરી રૂપિયા એકત્ર કરી ઉડાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરતાં 420 ના 23 ગુના કર્યા હોવાની કબુલાત કરી હતી.

સુરતના રાંદેર વિસ્તારમાં થોડા દિવસો પહેલા ત્રણ અલગ અલગ વિસ્તારમાંથી એક જ મોડેશ ઓપરેન્ડી મુજબ છેતરપિંડીના ગુના નોંધાયા હતા. રાંદેરમાં બેકરી, પાણી અને જ્વેલર્સ ના વેપારી સાથે છુટા પૈસા આપવાના બહાને રોકડા રૂપિયા શેરડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે રાંદેર પોલીસ સતત આ મહાઠગને ઝડપી પાડવા તપાસ કરી રહી હતી.

જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજના આધારે ઠગને ઝડપી પાડવા પ્રયત્ન કરી રહી હતી. દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે દુકાનના વેપારીઓ સાથે રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ અહેમદ રજા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલીની વેસુ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામદેવ પોલીસે ઝડપી પાડેલ મહા ઠગ અહેમદ રજા ઉર્ફે ઝોલ યકીન તૈલીની મોડેશ ઓપરેટી વિશે માહિતી આપતા DCP હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આરોપી દવાની દુકાન, જ્વેલર્સની દુકાન, કરિયાણાના વેપારી સહિત નાની મોટી દુકાન ધરાવનારને છેતરપિંડી માટે નિશાન બનાવતો હતો. આ મહાઠગ આરોપી આવી દુકાનમાં જઈ બાજુની ઓફિસમાં નોકરી કરું છું તેમ કહેતો હતો.

મોટી વાત તો એ છે કે તે એવી જ દુકાનને ટાર્ગેટ કરતો હતો જે દુકાનમાં માલિક ન હોય અને ત્યાં દુકાનના નોકર કે અન્ય વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે માલિકના નામે વાતમાં લાવીને છેતરપિંડી કરતો હતો. જેમાં તે દુકાનના હાજર વ્યક્તિને વાતમાં લઈ કે તો કે મારે મોટી નોટનું બંડલ જોઈએ છે હું નાની નોટનું બંડલ આપી જાઉં છું. આમ વિશ્વાસ કેળવીને વેપારીઓ પાસેથી મોટા દરની નોટનું બંડલ મેળવી લેતો અને નજર ચૂકવીને નાસી જતો હતો.

આરોપી એમદ રજા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલીની ધરપકડ કર્યા બાદ જાણવા મળ્યું કે, આરોપી છેલ્લા બે વર્ષથી સુરતમાં ભાડેથી એકલો રહે છે અને કોઈ કામકાજ કરતો નથી. પિતા યકીન યુનુસૈલી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવવાનું કામ કરે છે. આરોપીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ એક વર્ષ સુધી જનતા માર્કેટમાં મોબાઇલ રીપેરીંગ નું કામ કરતો હતો. જોકે ઠગ આરોપી અહેમદ રઝા તૈલી હાઇટ બોડી સાથે શરીર એ મજબૂત બાંધવો હોવાથી તેને એક્ટિંગમાં રસ હતો. જેથી થોડા વર્ષો અગાઉ Instagram તેમજ ફેસબુક પર એકાઉન્ટ બનાવી તેમાં તેની રિલ્સ બનાવીને અપલોડ કરતો હતો અને ત્યારબાદ ઉમરગામ ખાતે મોડલનું કામ કરવા ગયો હતો.

પકડાયેલા આરોપી અહેમદ રઝા તૈલી ઉમરગામમાં મોડલ નું કામ શીખ્યા બાદ વર્ષ 2017-18માં સ્ટાર ગ્રુપની ચેનલ પર આવતી ખૂબ જ લોકપ્રિય રાધાકૃષ્ણ સીરીયલમાં કામ કરી ચૂક્યો હોવાનું જણાવ્યું હતું. આ સીરીયલમાં તેણે ભીમ તથા કંસના પાત્રનો બોડી ડબલનો રોલ કરતો હતો. જેમાં આ બંને પાત્રોમાં મુખ્ય કલાકારો રજા પર હોય અથવા આવી શકે તેમ ન હોય ત્યારે તેમની જગ્યાએ તે રોલ કરતો હતો. શરીરના આગળના ભાગનું શૂટિંગ હોય ત્યારે તેના પર વધુ પડતો મેકઅપ કરવામાં આવતો તેમજ મોટેભાગે બેક સાઈડ શૂટિંગ કરવામાં આવતું હતું. આ શૂટિંગમાં તેને સવારે 9:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી મેકઅપ સાથે કામ કરવું પડતું હતું અને દરરોજ 1500 થી 2000 એક્ટિંગ પેટે કમાતો હતો.

આરોપી રજા ઝોલ યકીન તૈલી મુંબઈમાં સીરીયલનો એક્ટર બન્યા બાદ તેને રિલ્સ બનાવવા તેમજ ફોલોવર્સ વધારવા સારી ગાડીઓ તેમજ ટુવિલરની જરૂર પડતી હતી. તેમાં મોટો ખર્ચો પણ થતો હતો. આ સાથે કેટલાક ખરાબ મિત્રોની સોબત થતા ધીરે ધીરે ડ્રગ્સના નશા તરફ રવાડે ચડી ગયો હતો. આ દરમિયાન મુંબઈમાં વૈભવી કાર મોબાઈલ તેમજ મુંબઈ ખાતે હરવા ફરવાના કારણે નાઈટ લાઈફની આદતો પડી હતી. જેથી વધુ પૈસાની જરૂર પડવા લાગી હતી. દરમિયાન તેની વૈભવી લાઈફ જીવવા માટે રૂપિયા ભેગા કરવા દુકાનના વેપારીઓને છેતરીને રૂપિયા ભેગા કરી ઉડાવતો હતો.

આ પણ વાંચો  : જૂનાગઢના ચોરવાડમાં 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, નારિયેળ લઈને નિકળતા રસ્તામાં જ ઢળી પડ્યો

રાંદેર પોલીસના હાથે ઝડપાયેલ મહા ઠગ આરોપીની સઘન પૂછપરછ કરતા બે ડઝન જેટલા છેતરપિંડીના ગુના કર્યા હોવાની કબુલાત કરી છે. આરોપીએ સુરત શહેર ઉપરાંત જિલ્લામાં 17 પોલીસ મથકમાં આ જ રીતે ગુનાચળી ને ઝડપાઈ ચુક્યો છે જ્યારે સુરત શહેરના રાંદેર પોલીસ મથક મળી 6 જેટલા ગુનામાં નાસતો ફરતો હતો. આમ આરોપીની ધરપકડ છતાં કુલ 23 જેટલા ગુનાનો ભેદ સામે આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરતા તેની પાસેથી મોબાઇલ રોકડ રૂપિયા અને મોટરસાયકલ મળી એક લાખ 65 હજારની મતદાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો