Surat : નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ ફી 100 ટકા માફ કરો, કલેકટરને કોગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર

|

May 28, 2021 | 5:01 PM

Surat : લોકોને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે તેવી પરિસ્થિતિમાં હાલમાં નવા વર્ષમાં ખાનગી શાળાઓમાં (private school) પ્રવેશ શરૂ થઈ ગયો છે.

Surat : નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ ફી 100 ટકા માફ કરો, કલેકટરને કોગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર
સુરત કોગ્રેસ સેવાદળે જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર, કહ્યુ નવા શૈક્ષણિક સત્રમાં ફિ માફી આપો

Follow us on

Surat:  સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસની બીજી લહેરને કારણે લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. અને લોકડાઉનને કારણે સુરતમાં પણ ઘણી ખરાબ અસર થઈ છે. તેના કારણે શહેરના તમામ કામ ધંધા અને રોજગાર બંધ છે અને ગરીબ લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. એક ટાઈમનુ ભોજન મેળવવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે તેવી પરિસ્થિતિમાં હાલમાં નવા વર્ષમાં ખાનગી શાળાઓમાં (private school) પ્રવેશ શરૂ થઈ ગયો છે.

સુરત શહેર કોંગ્રેસ સેવાદળ ( Congress Seva Dal ) દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને નવા શરૂ થતાં સત્ર તેમજ એડમિશનમાં સ્કૂલ ફી માં સો ટકા માફી કરવાની માંગણી કરવામાં આવી હતી.

શાળાના સંચાલકો દ્વારા ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકો પાસે તેમના બાળકોનો અભ્યાસ તેમજ નવા પ્રવેશ માટે તાત્કાલિક અસરથી સ્કૂલ ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. માનવતા ન બચી હોય તેવી રીતે વાલીઓ સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સ્કૂલ ફી ના ભરે તો બાળકનું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ નહિ આપવા જેવી ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આવેદનપત્ર દ્વારા એ માંગણી કરવામાં આવી હતી કે આ વર્ષની નવા વર્ષની પ્રવેશ ફી તેમજ શાળામાં વિદ્યાર્થીઓ જે વર્ગમાં ભણતા હતા તે વિદ્યાર્થીઓનું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ વાલીઓને આપવામાં આવે અને ઉપલા વર્ગમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે. જેથી વાલીઓનું ભારણ ઓછું થાય અને વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ રહીને આગળ અભ્યાસ કરી શકે.

Next Article