Surat : ઉમરપાડામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા દ્રૌપદી મુર્મુના માનમાં અભિનંદન રેલી યોજાઈ : ગણપત વસાવાએ આદિવાસી સમાજ વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો

|

Jul 23, 2022 | 9:25 AM

75 ટકા મતો એનડીએ (NDA ) ના ઉમેદવાર ને મળ્યા છે. સૌથી નાની ઉંમરના મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. હવે આદિવાસી સમાજના વિકાસ ને કોઈ રોકી શકવાનું નથી.

Surat : ઉમરપાડામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા દ્રૌપદી મુર્મુના માનમાં અભિનંદન રેલી યોજાઈ : ગણપત વસાવાએ આદિવાસી સમાજ વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો
Rally for President's Victory (File Image )

Follow us on

ભારતના રાષ્ટ્રપતિ (President )તરીકે એનડીએ ના ઉમેદવાર અને આદિવાસી(Adiwasi) મહિલા દ્રૌપદી મુર્મુ નો ભવ્ય વિજય થતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વિજેતા(Winner ) રાષ્ટ્રપતિ ના માનમાં ઉમરપાડા ખાતે આદિવાસી સમાજ ની વિશાળ અભિનંદન રેલી યોજાઇ હતી. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજ વસાવા ના નેતૃત્વ હેઠળ પરંપરાગત આદિવાસી વેશભૂષા વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાય ની અભિનંદન રેલી બસ ડેપો થી નીકળી ઉમરપાડા ચાર રસ્તા ખાતે પહોંચી હતી અને સભાના રૂપમાં ફેરવાઈ હતી.

આ સમયે તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજ વસાવા એ સંબોધન કરતા જણાવ્યું કે દરેક સમાજને સાથે લઈ ને ચાલનારી વિશ્વની મોટામાં મોટી રાજકીય રાષ્ટ્રવાદી પાર્ટી  એ દેશનું સર્વોચ્ચ પદ પર આદિવાસી સમાજ ને પ્રાધાન્ય આપીને આ પદ આપવાનું કામ કરી આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે. તેમણે તાપી અને સાગબારા ની આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિના હસ્તે મળેલા એવોર્ડ ની પણ વિસ્તૃત રીતે છણાવટ કરીને ખરા અર્થમાં આદિવાસીઓને ગૌરવ આપવાનું કામ માત્ર રાષ્ટ્રવાદી ભાજપ પક્ષ જ કરી શકે એ ફલિત થઈ રહ્યું છે.

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા એ આઝાદી નાં 75 વર્ષ પછી પ્રથમ વાર વિશ્વ ની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં એક આદિવાસી મહિલાને દેશનું સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ મળ્યું ત્યારે ખરા અર્થમાં ભાજપ ગરીબ શોષિત અને કચડાયેલા વર્ગો નું ઉત્થાન કરનારી રાજકીય પાર્ટી છે તે આજે સાબિત થયું છે દેશના 11 કરોડ આદિવાસી વતી અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાર્ટીના પ્રમુખ જે.પી.નડ્ડા નો આભાર માનીએ છે. દ્રોપદીનું રાષ્ટ્રપતિ બનવું એ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. આદિવાસી મહિલા દ્રૌપદી નો વિજય એ સામાન્ય વિજય નથી. તેમના વિજયના રેકોર્ડ બન્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

75 ટકા મતો એનડીએ ના ઉમેદવાર ને મળ્યા છે. સૌથી નાની ઉંમરના મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. હવે આદિવાસી સમાજના વિકાસ ને કોઈ રોકી શકવાનું નથી. અભિનંદન રેલીમાં ઉમરપાડા ભાજપના પ્રભારી રાકેશ સોલંકી, મહામંત્રી દીપક વસાવા, રિતેશ વસાવા, ભાજપના તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોદ્દેદારો ભાજપ સંગઠનના આગેવાનો સરપંચો જોડાયા હતા.

Input Credit Suresh Patel (Olpad )

Next Article