Surat : માંડવી કીમ રોડ પર ખાડાઓની સ્થિતિ જૈસે થે વૈસે, વાહનચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ડર

|

Jul 28, 2022 | 12:39 PM

આ માર્ગ પરથી દરરોજ નોકરી (job ) ધંધે જતા લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. અમલસાડી ગામના પાટિયા નજીક રસ્તા પર મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને એવી સ્થિતિ નિર્માણ પામી છે.

Surat : માંડવી કીમ રોડ પર ખાડાઓની સ્થિતિ જૈસે થે વૈસે, વાહનચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ડર
Potholes at Kim Mandvi Road (File Image )

Follow us on

માંડવી (Mandvi )કીમ રોડ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હોવાની વ્યાપક ફરિયાદો(Complaint ) ઉઠી રહી હતી. તેમજ રોડ પર ઠેરઠેર નાના મોટા ખાડા(Potholes ) ખાબોચિયા પડી ગયા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોની ફરિયાદ અને નેતાઓ નાં દબાણ હેઠળ જવાબદાર તંત્ર દ્વારા માંડવી કીમ રોડ પર પડેલા ખાડા ખાબોચિયા પુરવાની કામગીરી કરવામાં આવી હતી. ખાડા ખાબોચિયા માં મટિરિયલ નાખી ખાડા પૂરવામાં આવ્યા હોય જે વરસાદ પડતાં ફરી ખાડા પડી જતાં વાહન ચાલકો નાં જીવ સામે ફરી વાર જોખમ ઉભું થયું છે.

અમલસાડી ગામના પાટીયા ( બસ સ્ટેન્ડ) નજીક મેઈન રોડ પર મોટો ખાડો પડી ગયો છે. જેમાં પાડીને કોઈ નિર્દોષ વ્યક્તિને અકસ્માત નડે અને તેના જીવ નો ભોગ લે તો નવાઈ નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી કીમ રોડ પર જવાબદાર તંત્ર દ્વારા ખાડા ખાબોચિયા માં મટિરિયલ નાખી ખાડા પુરાવી હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ખાડા પુરવામાં વેઠ ઉતારવામાં આવતા થોડા દિવસોમાં ફરી જૈસે થે વૈસે ની સ્થિતિમાં ખાડાઓ થઈ જતાં વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.

આ માર્ગ પરથી દરરોજ નોકરી ધંધે જતા લોકોના જીવ તાળવે ચોંટી જાય છે અમલસાડી ગામના પાટિયા નજીક રસ્તા પર મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો અકસ્માત નો ભોગ બને એવી સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે ખાડાની મરામત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે રોડ રસ્તાના સમારકામમાં ફક્ત વેઠ જ ઉતારવામાં આવી છે. જેના કારણે ફરી વાર શહેરના રસ્તાઓની હાલ બિસમાર બની જવા પામી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોડની હાલત તો એવી થઇ ગઈ છે કે ગમે ત્યારે અકસ્માતનો ભય રહેલો છે. મોટા મોટા ખાડા રાત્રીના સમયે પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને દેખાતા પણ નથી. જેથી અહીં અકસ્માતમાં લોકોના જીવ સામે પણ જોખમ રહેલું છે. જેથી આ ખાડા પૂરવા માટે તંત્ર તાકીદે કોઈ પગલાં ભરે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.

Input Credit Suresh Patel (Olpad )

Next Article