ટેક્ષટાઇલ (Textile ) ઉદ્યોગમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ હેઠળ કાપડ ઉત્પાદન માટે નવી મશીનરી કે ટેક્નોલોજી (Technology ) ઇન્સ્ટોલેશન કરનાર કારખાનેદારોને કેન્દ્ર સરકાર દ્વારા મળતી ટફની સબસડી સ્કીમ (Scheme ) બંધ થઇ છે. અને તેના વિકલ્પ રૂપે આવનારી ટીટીડીએસ નામની સ્કીમના પણ કોઇ ઠેકાણા નથી. જેથી સુરતના કારખાનેદારોએ નવી મશીનરીકે ટેક્નોલોજી અપગ્રેડેશનના પ્રોજેક્ટ પર બ્રેક લગાડી દીધી છે. ઘણાં ફેક્ટરી માલિકોએ બેંકમાંથી સેંકશન થયેલી લોન સરેન્ડર કરાવી દીધી છે તો ઘણા કારખાનેદારોએ મશીનરીની ડિલિવરીની તારીખ પાછળ ઠેલાવી દીધી હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
સમગ્ર દેશના સૌથી મોટા ટેક્ષટાઇલ ઉધોગના ક્લસ્ટર ગણાતા સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ માળખાગત મૂડીરોકાણ કાપડ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને તેની મશીનરીમાં થઇ રહ્યું છે કારણ કે કેન્દ્ર સરકારની ટફ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ અન્વયે વીસ ટકા સુધીની સબસિડી મળવા પાત્ર હતી. તા .31 મી માર્ચ 2022 ના રોજ ટફ સ્કીમ બંધ થવાની છે અને નવી ટેક્ષટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ ( ટીટીડીએસ ) સ્કીમ અમલમાં મૂકાવાની છે જેમાં કુલ મૂડીરોકાણના 25 ટકા જેટલી રકમની સબસડી મળવાની છે.
તેવું જાણીને સુરતમાં નવી મશીનરી , નવા કારખાનાઓ કે ટેકેનોલોજી અપગ્રેડ કરવા ઇચ્છતા કાપડ ઉત્પાદકોએ ફેબ્રુઆરીથી જ નવા પ્રોજેક્ટની ફાઇલોને અટકાવી દીધી હતી. કેન્દ્ર સરકારની ટીટીડીએસ સ્કીમમાં વધુ લાભ મળશે તેવી આશાએ બેઠેલા કારખાનેદારો હવે દિશાવિહીન પરિસ્થિતિમાં આવી ગયા છે કારણ કે એપ્રિલ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે છતાં કેન્દ્ર સરકારે ટફ સ્કીમ બંધ થવાની વિકલ્પ રૂપે ટીટીડીએસના અમલ કે તેની કોઇ જ ઘોષણા કરી નથી.
એવા ઘણા કારખાનેદારો છે જેમણે શહેરની જુદી જુદી બેંકોમાંથી નવી મશીનરી ખરીદવા માટેની લોન લીધી છે અને તેના સેંકશન લેટર પણ ઇશ્યુ થઇ ચૂક્યા હતા.પંરતુ ટફમાં તેઓ એલિજિબલ થઇ શકે તેમ ન હતા. આથી ટીટીડીએસના ભરોસે બેઠા હતા . હવે ટીટીડીએસ સ્કીમ ક્યારે લોંચ થશે તે અંગે ન તો વાણિજ્યમ મંત્રાલય કોઇ ફોડ પાડી રહ્યું છે કે ન તો ટેક્ષટાઇલ મંત્રાલય. હાલ તો સુરતમાં નવા ટેક્ષટાઇલ કારખાનાઓના પ્રોજેક્ટને બ્રેક લાગી ચૂકી છે.
સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં એવો ગણગણાટ છે કે કેન્દ્ર સરકારે ટફ સ્કીમની અવેજીમાં ટીટીડીએસ સ્કીમનો ડ્રાફટ રજૂ કરીને સ્થાનિક ઉદ્યોગકારો સાથે તે અંગે ચર્ચા પણ કરી હતી. પરંતુ , તા .31 મી માર્ચ 2022 નારોજ ટફ સ્કીમ પૂરી કરવાની ઘોષણા કરી હતી. જોકે , તા .1 લી એપ્રિલ 2022 થી તેની અવેજીમાં ટેક્ષટાઇલ ઉદ્યોગને સબસિડી મળી શકે તેવી ટીટીડીએસ સ્કીમનીકોઇ જ ઘોષણા કરી નથી.
ઉદ્યોગકારોમાં એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે ટફ સ્કીમનો આખા દેશમાં સૌથી વધુ લાભ સુરતના ટેક્ષટાઇલ ઉધોગકારોએ લીધો છે અને ભવિષ્યમાં પણ સુરતના ઉદ્યોગકારો જ લાભ લેવાના છે. પરંતુ , ટેક્ષટાઇલ મંત્રી ખુદ સુરતના હોવા છતાં તેઓ પણ સબસિડી યોજનામાં બ્લેકઆઉટપિરીયડને અટકાવી શક્યા નથી.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-