સુરતના ભૈરવનગરમાં 2 દિવસ અગાઉ નળ કનેક્શન બાબતે થયેલી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. 2 દિવસ પહેલા પાલિકાના અધિકારીઓ વિસ્તારમાં નળ કનેક્શન કાપવા ગયા હતા. આ વિસ્તારમાં સર્વિસ સ્ટેશન ચલાવનારને ત્યાં 3 ગેરકાયદે નળ કનેક્શન મળી આવ્યા હતા. જે દૂર કરવા જતા અધિકારીઓ અને સર્વિસ સ્ટેશનના માલિક સાથે માથાકૂટ થઈ હતી.
આ પણ વાંચો: મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ લીધો આ પ્રથમ ફેંસલો, શહીદોના બાળકોને મળશે લાભ
બોલાચાલી ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ હતી. ઘટના દરમિયાન સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર સતીશ પટેલ પણ ત્યાં હજાર હતા અને કોર્પોરેટર સતીશ પટેલે પણ સર્વિસ સ્ટેશન ચલાવનારને માર માર્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાણીની સમસ્યાને લઈને ખુલ્લે હાથે મારામારી આ વીડિયોમાં દેખાઈ રહી છે. ગેરકાયદેસર પાણીના ક્નેકશનને લઈને આ વિવાદ વકર્યો હતો.