સુરત શહેર પોલીસ (POLICE) અને સુરત વોલીબોલ એસોસિશયન દ્વારા ત્રણ દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટનું (Volleyball Tournament)આયોજન કરવામાં આવ્યું છે, તારીખ 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધી સુરત પોલીસ અને સુરત ડીસ્ટ્રીકટ વોલીબોલ એસોસિએશન દ્વારા ડુમસ બીચ (Dumas Beach) ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 7 કલાકે સુરત શહેર પોલીસ કમિશ્નર (City police commissioner)અજય કુમારના (Ajay Kumar)વરદ હસ્તે ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.
વોલીબોલ એક બીચ પર પણ રમી શકાય તેનો અનુભવ ખેલાડીઓને કરવામાં આવ્યો હતો. ખાસ કરીને યુવાન પેઢી છે ગેમ્સ અને સ્પોર્ટની તરફ આગળ વધે તેમજ યુવાઓ નશાના રવાડે ન ચડે સાથે સાથે પોલીસ અને નાગરીકો એકબીજાની વધારે નજીક આવે અને અસામાજિક તત્વો સામે પણ એકસાથે મળીને લડી શકાય તે હેતુથી ખાસ કરીને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
8 એપ્રિલ એટલે કે શુક્રવારના રોજ ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારબાદ ઈનામ વિતરણનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહરાજયમંત્રી, યુવા રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિજેતા ટીમને ઈનામ આપી સ્પોર્ટ અને ગેમ્સ માટે પ્રોત્સાહીત કરવામાં આવશે. જ્યારે આ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરી છે.
આ ટુર્નામેન્ટ યોજના પાછળ મહત્વનું કારણ એ છે કે પોલીસ અને અલગ-અલગ લોકોનું ટ્યુનિંગ રહે અને પોલીસ વિભાગમાં નોકરી કરતાં પોલીસ જવાનો અલગથી નોકરી સિવાય થોડો સમય પસાર કરે, જેથી સારી રીતે કામ કરી શકે અને તેમને એક પ્રોત્સાહન મળે, કારણ કે સતત પોલીસની નોકરી હોય છે. જે 24 કલાક નોકરી હોય છે જે થોડો સમય કાઢીને એની અંદર આપે તો તેમની કામગીરી છે તે સારી રીતે કરી શકે. જ્યારે આ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ છે. 8 તારીખે જે ગુજરાતના ગૃહ મંત્રી દ્વારા વિજેતા જે લોકો હશે તેમને ઇનામ વિતરણ કરશે.