Surat : માંગરોળમાંથી કાળા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની ચોરીના કારોબારનો પર્દાફાશ, 5 વ્યક્તિની ધરપકડ

|

May 21, 2023 | 8:09 AM

પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ કાલા સોના તરીકે ઓળખતો આ કોલસો ઇન્ડોનેશિયા થી શિપ મારફતે હજીરા પાર્ટ ખાતે સપ્લાય કરવામાં આવે છે. અને હજીરા પોર્ટ થી ઔદ્યોગિક એકમોને સપ્લાય કરવામાં આવે છે. આ ઇન્ડો કોલસાનો ઉપયોગ ઔદ્યોગિક એકમોમાં બળતણ, ઈંટ ના ભઠ્ઠાના ઉપયોગ માં લેવામાં આવે છે.

Surat : માંગરોળમાંથી કાળા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની ચોરીના કારોબારનો પર્દાફાશ, 5 વ્યક્તિની ધરપકડ
Mangrol Coal Scam

Follow us on

સુરત(Surat)ક્રાઈમ બ્રાન્ચે માંગરોળના સિયાલાજ ગામની સીમમાંથી કાળા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની(Indo Coal) ચોરીના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ઇન્ડો કોલસાની ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 5 ની ધરપકડ કરીને 60.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ઘટનાની વિગત મુજબ ગુનેગારો પૈસા કમાવવા માટે અવનવી તરકીબ અને અવનવો ધંધો શોધી નાખે છે. ચોરીના માલસામાન સગેવગે અને હેરાફેરી માટે પણ કિમીયાઓ અજમાવતા હોય છે.

ઇન્ડોનેશિયાના ઇન્ડો કોલસા ચોરીનો પર્દાફાશ કર્યો હતો

જિલ્લામાં અલગ જ પ્રકારની ચોરીનો પર્દાફાશ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી નાખ્યો છે. કાળા સોના તરીકે ઓળખાતા કિંમતી એવા ઇન્ડોનેશિયાના ઇન્ડો કોલસા ચોરીનો પર્દાફાશ કર્યો હતો. એલ.સી.બી પોલીસ ને બાતમી આધારે માંગરોળના સિયાલજ ગામની હદમાં રેડ કરી હતી. પોલીસે મુખ્ય સુત્રધાર સહીત 5  આરોપીઓની ધરપકડ કરી છે અને 60. 98  લાખનો મુદામાલ કબજે કર્યો છે.

ઇન્ડો કોલસાનો ઉપયોગ ઔદ્યોગિક એકમોમાં બળતણ, ઈંટ ના ભઠ્ઠાના ઉપયોગમાં કરવામાં આવે છે

પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ કાલા સોના તરીકે ઓળખતો આ કોલસો ઇન્ડોનેશિયા થી શિપ મારફતે હજીરા પાર્ટ ખાતે સપ્લાય કરવામાં આવે છે. અને હજીરા પોર્ટ થી ઔદ્યોગિક એકમોને સપ્લાય કરવામાં આવે છે. આ ઇન્ડો કોલસાનો ઉપયોગ ઔદ્યોગિક એકમોમાં બળતણ, ઈંટ ના ભઠ્ઠાના ઉપયોગ માં લેવામાં આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ ઇન્ડો કોલસો ખુબજ કિંમતી હોય છે. આરોપીઓ કોલસો ભરીને નેશનલ હાઇવે પરથી પસાર થતી ટ્રકના ડ્રાયવર સાથે મળીને પોતાના આર્થિક ફાયદા માટે ઇન્ડો કોલસાની ચોરી કરી લેતા હતાં. અને કોલસા ચોરી કર્યા બાદ કોલસાનું વઝન જાળવી રાખવામાં માટે કોલસા જેવી કાળી માટી ટ્રક માં ભરી દેતા હતાં.

  1.  મુખ્ય સુત્રધાર:-વિક્રમભાઈ નાથાભાઈ વાક(આહિર), ઉ.વ-૨૮, [રહે, તા. કામરેજ સુરત]
  2. સોહનલાલ ભુંઠ્ઠા ભાંભોર, ઉ.વ.૨૬ ધંધો-ડ્રાઈવીંગ [રહે, તા. કામરેજ સુરત]
  3.  હરેશભાઈ ચતુરભાઈ મેર, ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઈવીંગ રહે.સુદામણા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
  4.  મેહુલભાઈ રાંણાભાઈ મેર, ઉ.વ.૨૨ ધંધો-ડ્રાઈવીંગ [રહે, પીપોદરા, તા. માંગરોળ, સુરત]
  5. હરદેવ પ્રભુભાઈ સારોદીયા, ઉ.વ.૨૭, ધંધો-ડ્રાઈવીંગ રહે.ચાચકા તા.ચુડા જી.સુરેન્દ્રનગર

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી મુખ્ય સુત્રધાર સહીત પાંચ આરોપીને મોટા પ્રમાણમાં ચોરી કરી કાઢેલ ઈન્ડો કોલસાના જથ્થા તથા બે ટ્રકો, બે લોડર મશીન, કાળી માટી સહીતના કુલ કિંમત 60, 98, 500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સુરત અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:06 am, Sun, 21 May 23

Next Article