Surat : હોળી ધુળેટી બાદ વીક એન્ડ સાથે મીની વેકેશનના મૂડમાં વેપારી વર્ગ

|

Mar 19, 2022 | 10:43 AM

7 મી માર્ચને ગુરુવારે હોળીકા દહન અને એ પછી તા .18 મીને શુક્રવારે ધૂળેટી પર્વે જાહેર રજા છે . એ પછીના શનિવાર અને રવિવારે રૂટિન દિવસ હોવા છતાં ઉજાણીના શોખીન સુરતીઓએ લોંગ વીક એન્ડની મઝા બુધવારે સાંજથી જ શરૂ કરી દીધી હતી

Surat : હોળી ધુળેટી બાદ વીક એન્ડ સાથે મીની વેકેશનના મૂડમાં વેપારી વર્ગ
Business class in the mood for mini vacation with weekend after Holi Dhuleti(File Image )

Follow us on

છેલ્લા બે વર્ષથી કોરોનાને (Corona ) કારણે હોળી ધુળેટી સમેત એકેય તહેવાર (Festival ) ધામધૂમથી ઉજવી શક્યા ન હતા . આ વખતે કોરોનાનું ગ્રહણ નહીં નડતું હોવાથી લોકો હોળી ધૂળેટીના તહેવારોમાં છેલ્લા બે વર્ષની કસર નીકળી ગઈ હોય એ હદે ઉજાણી કરી હતી.ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મોટા ભાગે રાજસ્થાની અને ઉત્તર ભારતીય પરિવારો સંકળાયેલા છે . રાજસ્થાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂળેટી પર્વની ભારે ધૂમ છે અને તે કારણે જ સુરતમાં પણ હોળીની પૂર્વ સંધ્યાથી જ તહેવારોનો માહોલ સર્જાયો છે .

રાજસ્થાની પરંપરા અનુસાર શહેરની ટેક્ષટાઇલ માર્કેટોમાં આમ તો છેલ્લા એક અઠવાડિયાથી ફાગોત્સવ , હોલી મિલનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે . ટેક્ષટાઇલ માર્કેટોના શુક્રવાર , ધૂળેટીના દિવસે સંપૂર્ણબંધ રાખવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. આમ, લાંબા સમય બાદ હોળીનો રંગ જામતા વેપારીઓ પણ ખુશ દેખાયા છે.

એવી જ રીતે શહેરના બાંધકામ ઉદ્યોગમાં કામ કરતા મજૂરો પણ હોળીના તહેવારને પગલે વતન ભણી રવાના થઇ ચૂકયા છે અને તેના કારણે આગામી એકાદ અઠવાડિયા સુધી બાંધકામ ઉદ્યોગની દરેક સાઇટ બિલકુલ બંધ રહે તેવી સંભાવના છે . શહેરના બિલ્ડર્સ પણ પરિવાર સમેત રજાઓ પર નીકળી ગયા હોવાના અહેવાલો મળ્યા છે .

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

અને એ જ કારણ છે કે સુરતના બે મોટા ઉદ્યોગ કાપડ અને બાંધકામ ઉદ્યોગમાં હોળીની પૂર્વ સંધ્યાથી જ તહેવારનો માહોલ જોવા મળ્યો હતો , ટેક્ષટાઇલ માર્કેટોમાં ફાગોત્સવની ધૂમ છેલ્લા એક અઠવાડિયાથી જોવા મળી રહી છે . તા .17 મી માર્ચને ગુરુવારે હોળીકા દહન અને એ પછી તા .18 મીને શુક્રવારે ધૂળેટી પર્વે જાહેર રજા છે . એ પછીના શનિવાર અને રવિવારે રૂટિન દિવસ હોવા છતાં ઉજાણીના શોખીન સુરતીઓએ લોંગ વીક એન્ડની મઝા બુધવારે સાંજથી જ શરૂ કરી દીધી હતી . શહેરના બજારોમાં પણ હોળી ધૂળેટીની રોનક જોવા મળી રહી છે .

નોંધનીય છે કે બે વર્ષ બાદ કોરોનાની સ્થિતિ થાળે પડી છે. ત્યારે તહેવારોની રોનક પાછી ફરી છે. અને બીજી તરફ તેના લીધે વેપાર ધંધામાં પણ સુધારો આવતા વેપારી વર્ગમાં પણ હાલ રાહતનો હાશકારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :

Surat: નરેશ પટેલના રાજકીય પાર્ટીમાં જોડાવવા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શું આવ્યું નિવેદન

હર્ષ સંઘવીના પુત્રના સોંગ પર ગોપાલ ઈટાલિયાએ ઉઠાવ્યા સવાલ, બાળકના ટેલેન્ટ પર રાજનીતિ કેમ ?

Next Article