સુરતમાં(Surat)એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં લીંબાયત વિસ્તારમાં કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો(Newborn Baby )મૃતદેહ મળી આવ્યો છે. જેમાં મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ગણેશ નગર 1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા ઉપર મુખ્ય માર્ગની સાઇડ ઉપર આવેલા કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકી પેપરની અંદર વિટળાયેલી હાલતમાં હતી.તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયેલું નવજાત બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી. જેથી તેઓ ઘટના સ્થળે દોડી 108ની મદદથી નવજાત બાળકના મૃતદેહ ને સ્મીમેર લઈ ગયા હતા.બાળકી ત્યજી દેવા મામલે તપાસમાં આ બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે આ નવજાત બાળકીને જન્મ પહેલા કે જન્મ પછી કે જન્મ વખતે મુત્યુ થયું હોય કે પછી જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા માટે બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ તપાસનો વિષય છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
એક સિક્યુરિટી ગાર્ડ તે સમયે રીક્ષામાં ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેઓએ લોકોના ટોળા જોઈને રીક્ષા ઉભી રાખી હતી.ત્યારે તેણે મૃત બાળકીને જોઇ હતી તેથી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. સિક્યુરિટી ગાર્ડએ જણાવ્યું હતું કે તેઓ નોકરી પરથી છૂટ્યા બાદ રિક્ષામાં ગોડાદરા થઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં લોકોની ભીડ જોતા જ રીક્ષા ઉભી રહી હતી. આ ભીડમાં રહેલા લોકો ફોટો-વીડિયો બનાવી રહ્યા હતા. પછી મારી નજર કચરાના ઢગલા પર પડતા ત્યાં એક બાળકીનો મૃતદેહ હતો. જેથી મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને પોલીસ આવ્યા બાદ નીકળી ગયો હતો.
બાળકીના મૃતદેહ પાસે દવાની બોટલો મળી આવી હતી તેમ પોલીસે વધુમાં જણાવ્યું હતું. બાળકીના મૃતદેહ પાસે દવાની બોટલો ઇનફયુસન સેટ મળી આવ્યા હતા. તેમજ પેપરમાં વિટાળીને કોઈ બાળકીને કચરામાં ફેંકી ગયું હોય એમ લાગતું હતું. જો કે પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી બાળકીની માતાની શોધખોળ શરૂ કરી હતી. જો કે બાળકીને ત્યજી દેનાર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો : પીએમ મોદીએ સરદાર પટેલ સ્ટેડિયમ બહાર પહોંચીને લોકોનું અભિવાદન ઝીલ્યું
આ પણ વાંચો : PM MODIના વિચારનો અમલ શરૂ : બનાસકાંઠાની સાળવી પ્રાથમિક શાળા સૌ-પ્રથમ શાળા જન્મદિન ઉજવણીનો શુભારંભ કરશે
Published On - 10:12 pm, Sat, 12 March 22