Surat : મેયરે તાપીમાં ડૂબી જવું જોઈએ એવું આપના કોર્પોરેટરે કહેતા જ બંને પક્ષની મહિલા કોર્પોરેટરો બાખડયા

|

Feb 17, 2022 | 8:11 PM

આપના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીને બોલવાની તક મળતા તેઓએ જણાવ્યું હતું કે પહેલા તેમના સાથી સભ્યોને બોલવાની તક આપવી જોઈએ. જોકે મેયરે ત્યારે એવું કહ્યું હતું કે તેમના અન્ય કોર્પોરેટરોને પણ બોલવાની તક આપવામાં આવશે.

Surat : મેયરે તાપીમાં ડૂબી જવું જોઈએ એવું આપના કોર્પોરેટરે કહેતા જ બંને પક્ષની મહિલા કોર્પોરેટરો બાખડયા
Surat: BJP and AAP women corporators clashed at the general meeting of the corporation

Follow us on

સુરત (Surat) મહાનગરપાલિકાની (Corporation)બજેટની સામાન્ય સભાનો આજે બીજો દિવસ હતો. જે અપેક્ષા પ્રમાણે જ તોફાની પણ રહ્યો હતો. આજે સવારે 9:00 વાગ્યા થી બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ સાંજના સમયે ચર્ચા દરમિયાન ભાજપ (BJP) અને આપના (AAP) નગરસેવકો આમને-સામને આવી ગયા હતા.

જેમાં આપના નગરસેવકોને બોલવાની તક ન મળતાં તેઓ મેયર સામે બેનર લઈને બેસી ગયા હતા અને “અમને બોલવાનો મોકો આપો” જેવા પોસ્ટરો સાથે તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો. આપના નગરસેવક મોનાલી હિરપરા એ મેયર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં ભાજપની તમામ મહિલા નગરસેવકો આપની કોર્પોરેટર મોનાલી હિરપરા સામે ધસી ગઇ હતી. તેમજ આપમાંથી ભાજપમાં જોડાયેલા કુંદન કોઠીયા પણ મોનાલી હિરપરા પાસે દોડી ગયા હતા.

એટલું જ નહીં મહિલા કોર્પોરેટરોના ટોળામાંથી એક કોર્પોરેટર પૂર્ણિમા દાવલે એ તો મોનાલી હિરપરાના માથામા પ્લાસ્ટિકની બોટલ પણ છૂટી મારી હતી. જો સિક્યોરિટી સમયસર ન પહોંચી હોત તો મોનાલી હિરપરા પર ગંભીર હુમલો પણ થઈ શક્યો હોત.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આપના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીને બોલવાની તક મળતા તેઓએ જણાવ્યું હતું કે પહેલા તેમના સાથી સભ્યોને બોલવાની તક આપવી જોઈએ. જોકે મેયરે ત્યારે એવું કહ્યું હતું કે તેમના અન્ય કોર્પોરેટરોને પણ બોલવાની તક આપવામાં આવશે. જો કે ધર્મેશ ભંડેરી ના બોલ્યા પછી આપના એક પણ નગરસેવકને બોલવાની તક ન આપતા આ મામલો શરૂ થયો હતો.

જેમાં મોનાલી હિરપરાએ મેયરને સંબોધીને કહ્યું હતું કે જો તમે પ્રજાના પ્રશ્નો સાંભળી શકતા ન હો તો તમારે તાપી નદીમાં ડૂબી જવું જોઈએ. આટલું કહેતા જ આખો મામલો ગરમાયો હતો અને ભાજપની અને આપની મહિલા કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. અને મોનાલી હિરપરા ને ઘેરી વળ્યા હતા.

મોનાલી હિરપરાને ભાજપના મહિલા કોર્પોરેટરો દ્વારા મારવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે મોનાલી હિરપરાએ એવું પણ કહ્યું હતું કે તે સીસીટીવી કેમેરામાં તપાસ કરીને જશે કે કોના દ્વારા તેને માર મારવામાં આવ્યો છે તે પછી તેના માટે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 870 કેસ નોંધાયા, 13ના મોત

આ પણ વાંચો : રાજકોટ : માઉન્ટેડ પોલીસમાં બે દાયકાથી સાથે ફરજ બજાવતી અશ્વ જોડી લત્તા-માધવની પાંચ દિવસના અંતરમાં વિદાય

Published On - 8:09 pm, Thu, 17 February 22

Next Article