Surat : LCBએ તેલ અને સળિયા ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું, 9 લોકોની અટકાયત કરી

સુરત જિલ્લાના પલસાણાના કરણ ગામની સિમ માંથી LCBએ તેલ અને સળિયા ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. સાથે સાથે ખાદ્ય તેલ કંપનીની ટેન્કર માંથી ડ્રાઇવર સાથે મળી ટેન્કરનું સીલ ખોલ્યા વિના પામોલિન તેલ ચોરી કરતા હતા. પોલીસે 81 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 9 લોકોની અટકાયત કરી છે.આ ગુનામાં પોલિસે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Surat :  LCBએ તેલ અને સળિયા ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું, 9 લોકોની અટકાયત કરી
Surat Theft Accused
| Edited By: | Updated on: Dec 15, 2022 | 3:45 PM

સુરત જિલ્લાના પલસાણાના કરણ ગામની સિમ માંથી LCBએ તેલ અને સળિયા ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. સાથે સાથે ખાદ્ય તેલ કંપનીની ટેન્કર માંથી ડ્રાઇવર સાથે મળી ટેન્કરનું સીલ ખોલ્યા વિના પામોલિન તેલ ચોરી કરતા હતા. પોલીસે 81 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 9 લોકોની અટકાયત કરી છે.આ ગુનામાં પોલિસે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત જિલ્લામાં ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ફરીવાર જિલ્લા એલસીબીએ મોટી કાર્યવાહી કરી ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે.પલસાણાના કરણ ગામની સીમમાં આવેલ જૈન મંદિરની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં બલેશ્વરનો પરવેઝ નામનો ઈસમ ટેન્કર માંથી તેલ કાઢી ડબ્બા ભરવાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે જિલ્લા LCBની એક ટીમે કરણ ગામની સીમમાં નેશનલ હાઈવે-48 પર અમદાવાદથી મુંબઈ તરફની બાજુએ નાકોડા કોર્પોરેશનની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં રેડ કરી હતી. જ્યાં રેડ કરતા સ્થળ પરથી મોટી માત્રામાં પામ ઓઇલના 15 કિલોના ડબ્બા મળી આવ્યા હતા .પોલીસે સ્થળ પરથી મુખ્ય સૂત્રધાર બલેશ્વરનો પરવેઝ ઉર્ફ મુસો બસીર પઠાણની અટક કરી હતી.

ટેન્કરમાંથી તેલ કાઢી ને 15 કિલોના ડબ્બામાં પેક કરી વેચાણ કરતો હતો

ગુનાનો માસ્ટર માઈન્ડ અગાઉ પણ પલસાણામાંથી પકડાઈ ચુક્યો છે. ગુના નો માસ્ટર માઈન્ડ મુસો બસીર પઠાણ હાઇવે પરથી ટેન્કરના ડ્રાઇવર સાથે મળી રૂપિયાની લાલચ આપી તેલના ટેન્કર માંથી તેલ કાઢી ને 15 કિલોના ડબ્બામાં પેક કરી વેચાણ કરતો હતો. તેમજ લોંખડના સળિયા લઈ જતા કન્ટેનરના ડ્રાઈવર સાથે મળી કન્ટેનર માંથી દરેક સળિયાની ભારી માંથી 1 અથવા 2 સળિયા કાઢી ગોડાઉનમાં ભેગા કરતો. અને જરૂરિયાત મુજબ વેચાણ કરતો હતો. અગાઉ પણ આ રીઢો ગુનેગાર મુસો પઠાણ પલસાણાના ભાટિયા નજીક ટોલ ટેક્ષ નજીક આ રેકેટ ચલાવતો હતો.

પારસમલ જુવારમલ કુમાવતને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જેમા પોલીસે ગોડાઉન પર હાજર કામદાર તેમજ ગુનામાં સંડોવાયેલા અન્ય 8 ઈસમો મળી પોલીસે કુલ 9 લોકોની ધરપકડ કરી હતી. સાથે જ બે પિકઅપ વાન ,એક ટેમ્પો, એક ટેન્કર, ચોરેલા સળિયા તેમજ તેલના ખાલી અને ભરેલા ડબ્બા મળી કુલ 81.59 લાખનો મુદ્દામાલ કર્યો હતો. તેમજ ગુનામાં સંડોવાયેલા ગોદાદરાનો ચિરાગ રેવાભાઇ ભરવાડ અને મહુવાના કાની ગામનો પારસમલ જુવારમલ કુમાવતને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(With Input, Jignesh Mehta, Bardoli, Surat)