Surat : બારડોલી અને આસપાસના વિસ્તાર સતત બીજા દિવસે પણ વરસાદ, ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું
બારડોલીમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમજ વરસાદ પડતાં ડાંગર અને શાકભાજીના પાકને જીવતદાન મળ્યું છે.
ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ લોકો અને ખાસ કરીને ખેડૂતો વરસાદના બીજા રાઉન્ડની રાહ જોઇ રહ્યા છે. આ દરમ્યાન સુરતના બારડોલી નગર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે. જેમાં ધામરોડ, બાબેન, તેંન સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. બારડોલીમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમજ વરસાદ પડતાં ડાંગર અને શાકભાજીના પાકને જીવતદાન મળ્યું છે.
આ ઉપરાંત સુરતના મહુવા પંથકમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 18,19 અને 20 ઓગસ્ટ રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 18,19,20 ઓગસ્ટ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાંભારે વરસાદ પડી શકે છે. જેમાં તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 4 તાલુકાઓમાં 2 થી સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વાપી અને કામરેજમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 20 તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ પારડી અને આહવામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સંખેડા, ફતેપુરા અને ઉમરપાડામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની ઘટ છે. તેમજ પ્રથમ રાઉન્ડના ઓછા વરસાદ બાદ લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં બીજા રાઉન્ડનો વરસાદ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં પ્રથમ રાઉન્ડ વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી છે પરંતુ વરસાદ ન પડતાં તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.