સુરત : AAPના કોર્પોરેટરને ખરીદવા માટે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ, શું હજું AAPમાંથી રાજીનામા પડશે ?

છેલ્લા થોડા દિવસોથી જે પ્રકારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. તેના પરથી ઘણા બધા આક્ષેપોમાં શક્યતા હોય તેવું જણાઈ રહ્યું છે. ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા ભાવેશ ઝાંઝડીયા દ્વારા આપના કોર્પોરેટરને લાલચ આપી હતી.

સુરત :  AAPના કોર્પોરેટરને ખરીદવા માટે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ, શું હજું AAPમાંથી રાજીનામા પડશે ?
Surat: Audio of telephonic conversation to buy AAP corporator goes viral
| Edited By: | Updated on: Feb 07, 2022 | 7:17 PM

છેલ્લા ઘણા દિવસથી સુરતમાંથી (Surat) આમ આદમી પાર્ટીના (AAP) 27 માંથી 5 કોર્પોરેટરો (Corporators)ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં (BJP) જોડાઈ આપ સાથેનો છેડો ફાડી રહ્યા છે, શહેરના વોર્ડ નંબર- 16ના કોર્પોરેટર વિપુલભાઈ તથા તેમની સાથે અન્ય 4 મહિલા કોર્પોરેટરે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાણ કર્યું છે, જેને લઇને આમ આદમી પાર્ટીમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવા અને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા થોડા દિવસોથી જે પ્રકારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. તેના પરથી ઘણા બધા આક્ષેપોમાં શક્યતા હોય તેવું જણાઈ રહ્યું છે. ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા ભાવેશ ઝાંઝડીયા દ્વારા આપના કોર્પોરેટરને લાલચ આપી હતી. આજે ફરી એકવાર આપના કોર્પોરેટરોને ખરીદવા માટે ટેલિફોનિક વાતચીત થઈ હતી. તેનો ઓડિયો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા વાઈરલ (Audio Viral)કરવામાં આવ્યો છે.

‘તમારી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી ભાજપમાં આવી જાવ-, સુરતમાં BJP યુવા મોર્ચાના સભ્યએ આપના કાઉન્સિલર સાથે કરેલી વાતચીતનો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, કોર્પોરેશનના કોર્પોરેટરોને ભાજપ દ્વારા લોભ લાલચ આપીને પોતાના પક્ષ તરફ લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પરંતુ અમારા પક્ષમાં આવા ઘણા કોર્પોરેટરો છે કે, જેવો ખૂબ જ પ્રામાણિક છે. તેઓ લોકોએ મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાવેશ યુવા મોરચા સાથે સંકળાયેલો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેના સંપર્ક પણ સારા છે. અમારો પક્ષ આવા તત્વોને કારણે વધુ મજબૂત બની રહ્યો છે. અમારે પ્રામાણિકતા ઉપર જ પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેનો અમે છેદ ઉડાવી રહ્યા છે.

ભાવેશ ઝાંઝડીયા પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિમાં સક્રિય જોવા મળ્યો હતો. સુરત પાસની ટીમમાં પણ તેની મહત્વની ભૂમિકા હતી. હાર્દિક પટેલ, અલ્પેશ કથેરિયા, ધાર્મિક માલવિયા અને વિષ્ણુ પટેલ સાથે તેના ખૂબ જ સારા સંબંધો છે. અનામત આંદોલન બાદ તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વધારે સંપર્કમાં આવીને તેમની નજીક જવાનો પ્રયાસ કર્યો છે. હાલ તે સુરત કોર્પોરેશનના ફાયર અને લાઇટ વિભાગના ચેરમેન સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે.

આ પણ વાંચો : રાજકોટ : ક્રાઇમ બ્રાંચ પર વધુ એક આક્ષેપ, ધારાસભ્યના લેટરની સત્યતા તપાસવા ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપાઇ

આ પણ વાંચો : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ કોર્ટમાં 500થી વધુ ચાર્જશીટના 51 લાખથી વધુ પેજ અને 74 આરોપીઓના સ્ટેટમેન્ટના 3.48 લાખ પેજ રજૂ થયાં છે