સુરતના અડાજણ એલ પી સવાણી સર્કલ ખાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અડાજણમા ફિટનેસની ડોક્ટર ઓડી કાર લઈને જઈ રહી હતી દરમિયાન અચાનક એક્ટીવા પર સવાર મહિલા સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવા સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અકસ્માત થતા કાર ચલાવનાર ડોક્ટર મહિલા અને ચક્કર આવી ગયા હતા અને તે બેભાન થઈ ગઈ હતી જેને લઇ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવને પગલે અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલપી સવાણી સર્કલ થી સ્ટાર બજાર તરફ જઈ રહેલા રસ્તા પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એલ પી સવાણી થી સ્ટાર બજાર તરફના રસ્તા પર 40 વર્ષીય રીટાબેન ગોહિલ પોતાના એકટીવા પર જઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવતી ઓડી કાર સાથે તેમનો અકસ્માત થયો હતો.
જેમાં રીટાબેન રોડ પર પટકાતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે તેમનું મોત પછી હતું.બનાવ અંગે મળતી વિગત મુજબ આજે અડાજણના એલ પી સવાણી વાળા રોડ પર અડાજણ માં રહેતી અને ફિટનેશના ડોક્ટર તરીકે કામ કરતા ડોક્ટર નેહા પાનસુરીયા પોતાની ઓડી કાર લઈને જઈ રહ્યા હતા.
આ દરમિયાન તેમની આગળ 40 વર્ષીય રીટાબેન મોપેડ ઉપર પસાર થતા હતા. ત્યારે અચાનક જ રીટાબેન પોતાનું બેલેન્સ ગુમાવીને અચાનક ઓડી કાર ચલાવનાર ડોક્ટર નેહા પાનસુરીયાની કારની આગળ આવી ગયા હતા. જેને લઇ ઓડી કારની ચાલક મહિલા દ્વારા મોપેડ ને ટક્કર લાગી હતી. જેમાં મોપેડ સવાર મહિલા રીટાબેન જમીન પર પટકાયા હતા અને માથા સહિત શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટના અંગે અડાજણ પોલીસને જાણ થતા અડાજણ પોલીસનો કાફલો ઘટના આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. અત્યારે બનાવો અંગે અડાજણ પોલીસના પીઆઇએ જણાવ્યું હતું કે ઘટનાને લઈ પોલીસ ઘટના પહોંચી હતી. ત્યારબાદ આસપાસ થી નજરે જુના અને શાહીદોએ જણાવ્યું તે મુજબ અડાજણના એલપી સવાણી રોડ પર મેટ્રોની કામગીરી નું કામ ચાલી રહ્યું છે જેને લઇ રોડ પર બંને તરફ પતરાના શેડ બનાવવામાં આવ્યા છે.
જ્યાં મોપેડ સવાર રીટાબેન નું હેન્ડલ તેને અડી જતા તેમનું બેલેન્સ ખોરવાયું હતું અને તેઓ અચાનક જ રોડની વચ્ચે આવી ગયા હતા. તેમની પાછળ ઓડી કાર ચલાવવાના નેહાબેન પાનસુરીયા હતા. અચાનક જ તેમની કારની આગળ આવી જતા તેમની કાર સાથે તેમનો અકસ્માત થયો હતો અને તેમાં રીટાબેનનું મોત નીપજ્યું હતું. ત્યારે મરનાર રીટાબેન પણ કોઈ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામગીરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ દરમિયાન અકસ્માતને લઈ મહિલા ડોક્ટર ગભરાઈ ગયા હતા અને તેમને કારમાં ચક્કર આવી ગયા હતા. જેને લઇ મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ મહિલા પોલીસની નજર કેદમાં છે. પોલીસ ટીમ ત્યાં હોસ્પિટલમાં બેસાડી દેવાઈ છે. સારવાર બાદ મહિલાની વધુ પૂછપરછ અને અટક કરવામાં આવશે.
આ બનાવ અંગે અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસમાં જોતરાઈ હતી. જ્યાં રસ્તા પર અકસ્માતને લઈ મોતને ભેટનાર મોપેડ સવાર 40 વર્ષીય મૃતક રીટાબેન પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. અને ઓડી કારને પણ પોલીસે કબજે લીધી હતી. પોલીસે આ ગુનામાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. અકસ્માત સર્જનાર મહિલા સામે પોલીસે આઇપીસી કલમ 289, 337 , 338 અને 304 (અ)હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં ‘જ્ઞાન સંગમ’ પ્રોજેક્ટનો કરાવશે પ્રારંભ, કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓને આવરી લેવાશે