Surat : કોર્પોરેશનના ગેરબંધારણીય નિર્ણયને રદ્દ કરવા કલેકટરને આવેદન, પશુઓના રજીસ્ટ્રેશન-ટેગના જાહેરનામા વિરૂદ્ધ માલધારી સમાજમાં આક્રોશ

સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આવનારા બે મહિનામાં શહેરમાં જેટલા પણ પશુપાલકો છે તેમને તેમના પશુઓ પર ટેગ લગાવીને ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Surat : કોર્પોરેશનના ગેરબંધારણીય નિર્ણયને રદ્દ કરવા કલેકટરને આવેદન, પશુઓના રજીસ્ટ્રેશન-ટેગના જાહેરનામા વિરૂદ્ધ માલધારી સમાજમાં આક્રોશ
Protest against compulsory registration of animals(File Image )
| Edited By: | Updated on: Mar 30, 2022 | 8:32 AM

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા આગામી 60 દિવસમાં શહેરના(City ) હદ વિસ્તારમાં રહેતા પશુપાલકોને ફરજીયાત તેઓના પશુઓના રજીસ્ટ્રેશન(Registration ) સાથે ટેગ લગાવવાનું ફરમાન કરવામાં આવતાં માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે  મોટી સંખ્યામાં માલધારી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને મનપાના નિર્ણયને વખોડી કાઢવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીએ આવેદન આપવા માટે એકઠાં થયેલા માલધારી સમાજે ભારોભાર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હાલમાં મનપા દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે તે પશુપાલકો માટે અન્યાયી છે.

તેઓએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, 60 દિવસમાં મનપાના હદ વિસ્તારમાં પશુઓનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાની સાથે મનપા દ્વારા લગાવવામાં આવનાર ટેગને પગલે માલધારી સમાજની સમસ્યામાં નિશ્ચિતપણે વધારો થશે. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ માલધારી સમાજ આ જાહેરનામું ગેરબંધારણીય હોવાનો પણ સૂર વ્યક્ત કર્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગાયોના રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી દરમ્યાન વાછરડા તેમજ ગાયોના મરણ બાદની કાર્યવાહી સંદર્ભે પણ કોઈ જોગવાઈ નથી. આ સિવાય કોઈ કારણોસર ગાય – ભેંસ સહિતના પશુઓના વેચાણ કરવામાં આવે તો પણ પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. જેને પગલે આ એકતરફી અને મનસ્વી જાહેરનામું રદ્દ કરવાની માંગ સાથે માલધારી સમાજ દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આવનારા બે મહિનામાં શહેરમાં જેટલા પણ પશુપાલકો છે તેમને તેમના પશુઓ પર ટેગ લગાવીને ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આ જાહેરનામું મનસ્વી અને ગેરબંધારણીય હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તેઓએ ઘણા મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેના કારણે પશુપાલકોને આ નિર્ણયને કારણે સમસ્યા આવી શકે છે. જેથી કોર્પોરેશન આ નિર્ણય પાછો લે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

આ પણ વાંચો :  Ahmedabad: નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની કામગીરી હાલ પૂરતી સ્થગિત, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ AMCનો નિર્ણય