Surat : ડોનેટ લાઇફ દ્વારા સુરતમાંથી હાથનું દાન કરાવવાની બીજી ઘટના

|

Jan 22, 2022 | 2:58 PM

કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી 35 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ પહેલા કપડા ચુકવતા વીજ કરંટ લગવાને કારણે તેના બંને હાથ કપાઈ ગયા હતા.

Surat : ડોનેટ લાઇફ દ્વારા સુરતમાંથી હાથનું દાન કરાવવાની બીજી ઘટના
Another incident of hand donation from Surat by Donate Life(File Image )

Follow us on

Surat મોટા વરાછા ખાતે રહેતા કનુભાઈને લકવાનો હુમલો થતા તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ કનુભાઈને બ્રેનડેડ(Brain Dead ) જાહેર કરતા પરિવારજનોએ અંગદાનની(Organ Donation ) ઈચ્છા વ્યક્ત કરી હતી. બ્રેન ડેડ થયેલા કનુભાઈના હાથની સાથે સાથે કિડની અને લિવરનું દાન પણ કરવામાં આવ્યું છે.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કનુભાઈના પરિવારને અંગદાનનું મહત્વ હતું. આ ઉપરાંત તેઓએ એ પણ કહ્યું હતું કે આપણા દેશમાં કેટલાયે વ્યક્તિઓના હાથ અકસ્માતમાં કપાઈ ગયા હોય છે અને તે વ્યક્તિઓ તેઓનું સામાન્ય જીવન જીવી શકતા નથી. જો તેઓ તેમના સ્વજનના કિડની અને લિવરના દાનની સાથે હાથનું દાન કરવાની સંમતિ આપે તો અકસ્માતમાં હાથ કપાઈ ગયેલા વ્યક્તિઓને નવુંજીવન મળી શકે.

કનુભાઈના પરિવારજનોએ તેમના કિડની અને લિવરના દાનની સાથે હાથના દાનની પણ સંમતિ આપતા જણાવ્યું કે અમારા પિતાજી ખુબજ લાગણીશીલ અને સેવાભાવી હતા, તેઓએ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેમના કિડની અને લિવરની સાથે હાથના દાન દ્વારા કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવુંજીવન મળે અને તેના દ્વારા તે વ્યક્તિ અને તેના પરિવારના જીવનમાં ખુશાલી આવતી હોય તો આપ હાથનું દાન પણ કરાવો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કનુભાઈના પરિવારમાં એમના પત્ની શારદાબેન, એક પુત્રી અને ત્રણ પુત્રો છે જેઓ ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.  SOTTO દ્વારા કનુભાઇની બંને કિડની અમદાવાદની IKDRC ને, લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને જયારે ROTTO મુંબઈ દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.

સુરતથી મુંબઈનું 292 કિ.મીનું અંતર 75 મીનીટમાં કાપીને કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી 35 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ પહેલા કપડા ચુકવતા વીજ કરંટ લગવાને કારણે તેના બંને હાથ કપાઈ ગયા હતા તેના પતિ કરીયાણાની દુકાનમાં કામ કરે છે, તેમને છ અને આઠ વર્ષની બે દીકરી, ચાર વર્ષનો દીકરો છે. હાથના ટ્રાન્સપ્લાન્ટની મુંબઈની પાંચમી અને દેશની વીસમી ઘટના છે.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ દાહોદના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 45 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું છે. હાથ, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 416 કિડની, 177 લિવર, 8 પેન્ક્રીઆસ, 39 હૃદય, 26 ફેફસાં અને 320 ચક્ષુઓ સહીત કુલ 986 અંગો અને ટીસ્યુઓ તેમજ ચાર હાથનું દાન મેળવીને 903 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો :

નવો વિવાદ : સુરત ડાયમંડ બુર્સમાં લલચામણી ઓફરે મુંબઈ ડાયમંડ બુર્સના અગ્રણીઓને કેમ કર્યા નારાજ ?

Published On - 2:55 pm, Sat, 22 January 22

Next Article