Surat : કામરેજ(Kamrej)ના ઊંભેળ ગામ નજીક રોડ બનાવવાના મશીન અને ટ્રક વચ્ચે આજરોજ સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાના મશીન ચાલકનું મોત નિપજ્યું હતુંજ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ(Traffic Jam) થયો હતો. ઘટના બાદ ટૂંકી સારવાર દરમિયાન ટ્રક ચાલક સહીત વધુ બે વ્યક્તિઓ મૃત્ય પામતા ઘટનાનો મૃતકઆંક 3 પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો : Gujratમાં પવિત્ર સંબંધ લજવાયા, બળાત્કારની ત્રણ ઘટનાઓમાં પતિ , પિતા-પુત્ર અને સગા બનેવીની સંડોવણી સામે આવી
સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ઊંભેળ ગામ નજીક આજરોજ સવારે હાઇવે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન રોડ બનાવવાના મશીન સાથે બેકાબુ ટ્રક અથડાઇ હતી.અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાનું મશીન ફંગોળાઈ ગયું હતું.
ઘટનામાં મશીન ચાલકને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માતને પગલે સ્થળ પર દોડી આવેલ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમે ટ્રકમાં તપાસ કરતા ટ્રક ચાલક પણ ટ્રકના કેબિનમાં ફસાઈ ગયો હતો.
ફાયર જવાનોએ આ ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો.ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનેલી અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Input Credit : – Mehul Bhokalva, Olpad
Published On - 12:14 pm, Sun, 8 October 23