સુરતના(Surat)અમરોલી પોલીસે ખોટી ઓળખ આપીને તોડ કરતી(Fraud) ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે તેમની પાસેથી અલગ અલગ એજન્સીઓના આઇકાર્ડ મળી આવ્યા હતા. જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમની સામે વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં પકડાયેલા તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયા હોવાનું પણ પોલીસ સામે આવ્યું છે.સુરતના અમરોલી વિસ્તારમાં એક એવી હકીકત સામે આવી જ્યાં અધિકારી અને પ્રેસના નામે લોકોને દમ મારી ને રોફ જમાવતા ઈસમો પોલીસ પકડમાં આવી ગયા હતા.જે આરોપીઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ માનવ અધિકાર અને પત્રકાર આટલું જ નહીં પણ જાહેર સેવક તરીકેની ખોટી ઓળખાણ આપી તોડબાજી કરતા હતા.
અમરોલી પોલીસમાં ગેંગ દ્વારા યુવક પાસેથી 45 હજારનો તોડ કર્યો હતો ફરિયાદના આધારે ગેંગને પકડવા પોલીસે છટકું ગોઠવ્યું હતું. તેમજ લોકોને ધમકાવતી ઠગ ગેંગના ચાર લોકોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતમાં સતત ગુનાખોરી ટાર્ગેટ પર રાખવા માટે અલગ અલગ ટોળકીઓ નવી ટેક્નિકથી લોકો સાથે ઠગાઇ અને છેતરપિંડી કરતા સતત ફરિયાદો સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મળતી હોય છે સાથે સાયબર પોલીસ સ્ટેશનમાં પણ જોવા મળી રહી છે . ત્યારે એક કિસ્સો સામે આવ્યો જેમાં અમરોલી વિસ્તારમાં એક યુવક જે નાનું મોટું RTO નું કામ પાસપોર્ટ કે ઝેરોક્ષ નું કામ કરતો હતો ત્યાં આવી ચાર જેટલા લોકો આવી પોતે સેન્ટ્રલ બ્યુરો તેમજ પત્રકાર અને માનવ અધિકાર ખાતેથી આવતા હોવાનુ જણાવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
તેની બાદ 1 લાખ રૂપિયા આપી દેવા માટે વાત કરી હતી નહિ તો ખોટા કેસમાં તને લઈ જઇશુ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદી દ્વારા ગભરાઈને રોકડા રૂ .45,000 આપી દીધા હતા અને બાદમાં ફરી બીજા રૂપિયા માટે ઉઘરાણી કરવામાં આવતી હતી. જેથી યુવકને ખ્યાલ આવી ગયો હતો કે, આ લોકોની તેની સાથે છેતરપિંડી કરી રહ્યા છે તેના આધારે તાત્કાલિક સુરતના અમરોલી પોલીસ મથકે દોડી જઇ આ મામલે ફરિયાદ આપી હતી.જેના આધારે અમરોલી પોલીસે સ્ટેશનના પીઆઇ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધી ચાર ઇસમોની ધરપકડ કરી અને તેમની પાસે અલગ અલગ બનાવટી કાર્ડ પણ કબ્જે કર્યા છે.