Surat: ત્રિપલ મર્ડરની ઘટના બાદ વેપારીઓનું ચિંતન, કામદારોના KYC, આધાર અને પાન કાર્ડનું રાખવામાં આવશે અપડેટ

|

Dec 31, 2022 | 8:13 AM

આ ચિંતન શિબિરમાં ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને પોલીસે પણ કારખાનેદરોને શું શું કાળજી રાખવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે અમરોલીમાં બનેલી ઘટના દુઃખદ છે.

Surat: ત્રિપલ મર્ડરની ઘટના બાદ વેપારીઓનું ચિંતન, કામદારોના KYC, આધાર અને પાન કાર્ડનું રાખવામાં આવશે અપડેટ
વેપારીઓએ આયોજિત કરી શ્રદ્ધાંજલિ સભા અને ચિંતન શિબિર

Follow us on

સુરતમાં ત્રિપલ મર્ડરની ઘટના બાદ વેપારીઓએ મૃતકોના પરિવારજનોએ સાંત્વના આપવા શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરી હતી. તેમજ એક ચિંતન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરમાં પોલીસ પેટ્રોલિંગ, કારીગરોને કઈ રીતે નોકરી પર રાખવા જેવા અનેક મુદાઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે. સુરતમાં 12 લાખ જેટલા કારીગરોને રોજગાર આપતો આ ઉઘોગ છે ત્યારે અમે હવે એક લેબર ફોર્મ બનાવ્યું છે. જેમાં કોઈ પણ કારીગરને નોકરી પર રાખતા પહેલા કેવાયસી, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ વતનમાં રહેતા હોવાના તમામ પુરાવા લઇને નોકરી પર રાખવાનું આહ્વાન કર્યું છે.

સુરતના કતારગામ પાટીદાર સમાજ વાડીમાં વેપારીની ત્રિપલ મર્ડરની ઘટના બાદ શોકસભા અને ચિંતન શિબિર યોજાઈ, ઉઘોગકારોએ લેબર ફોર્મ બનાવ્યું છે.  અમરોલી ખાતે ત્રિપલ મર્ડરની દુઃખદ ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં મૃતકોની આત્માની શાંતિ માટે શોકસભા અને આવી ઘટના ફરીથી ન બને તે અંગે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ટેક્સટાઈલ એમ્બ્રોડરી જોબવર્ક એસોસિએશન સુરત તથા ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફર એસો. દ્વારા કતારગામ પાટીદાર સમાજની વાડી ખાતે શોકસભા અને ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં કારખાનાના માલિકો તેમજ મૃતકના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. વિશેષ આ ચિંતન શિબિરમાં ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને પોલીસે પણ કારખાનેદરોને શું શું કાળજી રાખવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે અમરોલીમાં બનેલી ઘટના દુઃખદ છે. પરિવારજનોને સાંત્વના આપવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત આવી ઘટના ફરી ન બને તે માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. આ ઘટનાથી ઇન્ડસ્ટ્રીઝને પણ બોધપાઠ લેવો પડશે.

સુરતના અમરોલી સ્થિત વેદાંત ટેક્ષો નામની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં. 8 માં ૨૫ ડીસેમ્બરના રોજ એમ્બ્રોડરી કારખાનેદાર ધનજીભાઈ રણછોડભાઈ ધોળકિયા, તેમના પુત્ર કલ્પેશભાઈ ધોળકિયા અને સબંધી ઘનશ્યામભાઈ વાલજીભાઈ રજોડીયાની બે કારીગરોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને સુરત સહીત ગુજરાત ભરમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે આ ઘટનામાં મૃતકોના પરિવારને સાંત્વના આપવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમાજ અગ્રણીઓ , વેપારીઓ અને વિવર્સો દ્વારા શોકસભા યોજી હતી. તેમજ આવી ઘટના ફરીથી ન બને તે અંગે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published On - 8:11 am, Sat, 31 December 22

Next Article