
સુરતમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધાર્મિક શિક્ષણ આપવાના નામે શિક્ષકે બે વિદ્યાર્થીઓનું શોષણ કરવાની ઘટના સામે આવી છે. ઉધનાના શાંતિનગરમાં 9 વર્ષના બે બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું છે. આ ઘટના 6 મહિના બાદ પરિવારજનો સામે આવી છે.
ધાર્મિક શિક્ષણ લેવા જતા બંને બાળકો ઉપર શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ચું હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષક મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જો બાળકો વીડિયો જોવાની ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી આપતો હતો.
છેલ્લા 6 મહિનાથી બાળકોને ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું નરાધમ શિક્ષક આચરી રહ્યો હતો. આરોપી મોહંમદ મુદબ્બીર અગાઉ મદરેસામાં મૌલવી હતો. જો કે, કોઈ કારણોસર મોહંમદ મુદબ્બીરને મદરેસામાંથી કાઢી મુકાયો હતો.
મદરેસામાંથી હાંકી કઢાયા બાદ મોહંમદ મુદબ્બીર ખાનગી ટ્યુશન ચલાવતો હતો. ટ્યુશન અને ધાર્મિક શિક્ષણની આડમાં મોહંમદ મુદબ્બીરના કાંડ સામે આવ્યા છે. આ મામલે ઉધના પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે મોહંમદ મુદબ્બીરની ધરપકડ કરાઈ છે.
મોહંમદ મુદબ્બીર છેલ્લા ઘણા વર્ષોથી ઉધનામાં જ્યાં રહે છે અને મુસ્લિમ બાળકોને કુરાન ભણાવતો હતો.
સુરતમાં અગાઉ જાન્યુઆરી માસમાં પણ આવી ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પણ ટ્યૂશન ગણેશ આહિરે નામના ટ્યૂશન શિક્ષકે વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનું હીન કામ કર્યું હતુ.ં જોકે બાળકે તેના પરિવારજનોને જાણ કરતા ગણેશ આહિરને પોલીસે ઝડપી લીધો હતો.
Published On - 11:08 pm, Sat, 25 March 23