સુરત: યાર્નના વેપારી સાથે 14થી વધુ લાખની ઠગાઈ કરનારો આરોપી 18 વર્ષ બાદ ઝડપાયો

|

Jan 02, 2023 | 5:37 PM

Surat: યાર્નના વેપારી સાથે 14થી વધુ લાખની ઠગાઈ કરનારો આરોપી 18 વર્ષ બાદ ઝડપાયો છે. પોલીસથી બચવા માટે આરોપી જૂદાજૂદા રાજ્યો નાસતો ફરતો હતો.

સુરત: યાર્નના વેપારી સાથે 14થી વધુ લાખની ઠગાઈ કરનારો આરોપી 18 વર્ષ બાદ ઝડપાયો
યાર્નના વેપારી સાથે છેતરપિંડી કરનાર આરોપી

Follow us on

સુરતમાં યાર્નના વેપારી સાથે છેતરપિંડી કરનારો આરોપી આખરે 18 વર્ષ બાદ સુરત પોલીસના હાથે ઝડપાયો છે. આરોપીએ યાર્નના વેપારી સાથે 14 લાખથી વધુની કિંમતનું યાર્ન ખરીદી નાણાં ચુકવ્યા વિના જ ઉઠમણુ કર્યુ હતુ. ત્યારબાદ ફરાર થઈ ગયો હતો અને અન્ય રાજ્યોમાં નાસતો ફરતો હતો. આ આરોપી 18 વર્ષ બાદ પીસીબી પોલીસના હાથે વલસાડથી ઝડપાયો છે. આરોપી પોલીસથી બચવા પોતાની સાચી ઓળખ છુપાવી વલસાડમાં ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો.

18 બાદ યાર્નના વેપારી સાથે 14 લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

સુરતને હીરા નગરી સાથે ટેક્સટાઈલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતમાં રોજબરોજ કાપડ વેપારી સાથે ઠગાઈ થતી હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે આવા જ એક ઠગબાજને પોલીસે 18 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. સુરત પીસીબી પોલીસે બાતમીના આધારે વલસાડ લીલાપુર ચીખલા રોડ પાસેથી 54 વર્ષીય આરોપી અશોકભાઈ મોહનભાઈ ભાદાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2005માં તેના મિત્ર ભાવેશ તથા દેવેન્દ્રભાઈ સાથે ભાગીદારીમાં યાર્ન ખરીદ વેચાણનો ધંધો શરુ કર્યો હતો અને સુરતના સલાબતપુરા વિસ્તારમાં યાર્નના વેપારી રાજેશ જાગીડ પાસેથી 14.07 લાખની કિમતનું યાર્ન ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના ઉઠમણું કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે સુરતમાં સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

14.07 લાખની કિંમતનું યાર્ન ખરીદી પેમેન્ટ કર્યા વિના ઉઠમણુ કર્યુ

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યુ કે તેમણે વર્ષ 2005માં તેના મિત્ર ભાવેશ અને દેવેન્દ્ર સાથે ભાગીદારીમાં યાર્ન ખરીદ વેચાણનો ધંધો શરૂ કર્યો હતો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં યાર્નના વેપારી રાજેશ જાગીડ પાસેથી 14.07 લાખની કિંમતનું યાર્ન ખરીદી પેમેન્ટ કર્યા વિના ઉઠમણુ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે સુરતમાં સલાબતુપા પોલીસે ગુનો નોંધાયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પોલીસથી બચવા નામ બદલી પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં નાસતો ફરતો હતો

વધુમાં આરોપી પોલીસ પકડથી બચવા માટે પંજાબ, હરિયાણા તથા રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાં સંતાતો ફરતો હતો. અને ત્યારબાદ છેલ્લા નવ વર્ષથી પોતાનું નામ વિનોદ પટેલ હોવાનું જણાવી અને કોઈને શંકા ન જાય તે માટે તેણે વિનોદ પટેલ નામનું ફેસબુક આઈડી પણ બનાવ્યું હતું. તેમજ પોતાની સાચી ઓળખ છુપાવી આરોપી વલસાડમાં નોકરી કરતો હતો. આરોપી સામે સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈનો ગુનો નોંધાવામાં આવ્યો છે. પીસીબી પોલીસે આરોપીનો કબજો સલાબતપુરા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article