Surat : માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનાનો આરોપી સુરતથી ઝડપાયો, મે મહિનામાં કરી હતી લૂંટ

|

May 31, 2023 | 2:29 PM

સુરત ક્રાઈમ બ્રાંચની (Surat Crime Branch) ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબજો ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ હાથ ધરી હતી.

Surat :  માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનાનો આરોપી સુરતથી ઝડપાયો, મે મહિનામાં કરી હતી લૂંટ

Follow us on

Surat : ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના (Robbery) ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની (Surat Crime Branch) ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબજો ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ મેળવવાની કામગીરી સાથે તેની પુછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો-Gujarati video : રાજકોટ જિલ્લામાં ધોરણ-12નું 79.94 ટકા પરિણામ આવ્યું, વિદ્યાર્થીઓએ ગરબા રમીને ઉજવણી કરી

સુરત ક્રાઈમ બ્રાંચે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપ્યો

મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી ભરતજી ઉર્ફે ડીગ્રી દશરથજી ઠાકોર [ઉ.39, રહે. માણસા ગામ]ને અઈમાતા રોડ મહેન્દ્ર પાર્ક સોસાયટી પાસેથી ઝડપી પાડ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શું હતી સમગ્ર લૂંટની ઘટના ?

પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત 23 મે 2023ના રોજ બપોરના સમયે ફરીયાદી સાગરભાઈની દુકાને જઈને ઉધારથી પોતાની ઓફિસમાં એસી ફીટ કરવાનું જણાવ્યું હતું, ત્યારે આરોપી અગાઉ ફરિયાદીની પાસેથી લઇ ગયેલી તિજોરીના પૈસા આપો પછી આગળનો વ્યવહાર કરીશું. તેમ કહેતા આરોપી ગુસ્સે થઇ ધાક ધમકીઓ આપી નીકળી ગયો હતો.

આરોપીએ 71 હજાર રુપિયાની લૂંટ કરી હતી

બાદમાં સાંજના છ વાગ્યાના સુમારે આરોપી તેના મિત્રો મુન્નો તથા સનાજી ઠાકોર સાથે મળી લોખંડની પાઈપ લઈને ફરિયાદીની દુકાનમાં ઘુસી લોખંડની પાઈપ વડે ઇલેક્ટ્રિક ઉપકરણોની તોડફોડ કરી નુકસાન કર્યુ હતુ. સાથે જ 71 હજાર રુપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો.

સુરતમાં અસામાજીક તત્વોના આતંકના પણ બનાવ

બીજી તરફ સુરતમાં હાથમાં રિવોલ્વર રાખી બાઇક પર ત્રિપલ સવારી જતા ત્રણ બદમાશોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ત્રણેય શખ્સો બાઇક પર વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થતા દેખાય છે. વેસુ વીઆઇપી રોડ પર બાઇક પર ત્રિપલ સવારી જતા હતા. જેમાં પાછળ બેઠેલા શખ્સના હાથમાં રિવોલ્વર હતી. જાણે બદમાશો હથિયાર લઈ ગુનાને અંજામ આપવા જતા હોય તેમ લાગી રહ્યું છે. બાઇકની પાછળની નંબર પ્લેટ પણ ન હતી.

Next Article