Surat: ક્રાઇમ સિટી બનેલું સુરત શહેર (Surat city) જેમાં એક બાદ એક ગુનાઓ સામે આવી રહ્યા છે. આ વચ્ચે સુરત પોલીસે 2013માં બનેલી ઘટનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે છતીસગઢથી (Chhattisgarh) આરોપી સંજય ઉર્ફે સૌરભ યદુવંશી જયકરણ યાદવને ઝડપી પાડ્યો છે.
પકડાયેલા આરોપી સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2013માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે ફરાર હતો. આરોપી 10 વર્ષ બાદ પકડાયો છે. વધુમાં આરોપી શહેરના ટોપ 16 વોન્ટેડ આરોપી પૈકીનો એક હતો તેમજ તેને પકડવા પર સુરત પોલીસ કમિશ્નર દ્વારા 20 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી વર્ષ 2013માં તેના સાગરીત વિજય પંડિત, લખન કોરી, અમિત રાજકુમાર ઠાકુર, અનુપ ઠાકુર, અખિલેશ પાંડે, અમિત જયકરણ યાદવનાઓની સુરત શહેરમાં ગેંગ ચાલતી હતી. જેઓની પ્રદીપ ઉર્ફે મામુ કુસ્વાહ સાથે સચિન વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બનાવવા માટે દુશ્મની ચાલતી આવેલ હતી.
અદાવતમાં 27 ઓક્ટોબર 2013ના રોજ રાત્રીના 9 વાગ્યે સચિન ઈશ્વર નગર પાસે હાલમાં પકડાયેલા આરોપી અને તેના સાગરીતોએ હથિયારો સાથે પ્રદીપ ઉર્ફે મામુ અને તેની મહિલા બોડીગાર્ડ રાજારાની પર હુમલો કરી ફાયરીંગ કર્યું હતું, જેમાં મહિલા બોડીગાર્ડ રાજારાની મિશ્રાને ગોળી વાગતા તેનું મોત થયું હતું.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરત જિલ્લાની મુલાકાતે, જુઓ Video
આ બનાવ બાબતે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધાતા તમામ આરોપીઓ સુરત શહેર છોડી વતન નાસી ગયા હતા. જે બાદ હાલમાં ઝડપાયેલો આરોપી છતીસગઢ રાયપુર ખાતે રહીને કલરકામ કરતો હતો. જે અંગેની માહિતી સુરત ક્રાઈમ બ્રાંચને મળતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત પોલીસ કમિશ્નર દ્વારા શહેરના ટોપ 16 વોન્ટેડ આરોપીઓ પૈકી એક આરોપીને પકડી પાડ્યો છે. આ આરોપીને પાડવા માટે 20 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો