Surat Accident: પુત્રના લગ્નની ખરીદી કરવા જતા માતા-પિતાને અકસ્માત નડયો, ટેન્કરે ટક્કર મારતા નિધન

|

Feb 15, 2023 | 7:03 PM

સુરતના વરિયાવ રોડ પર ટેન્કરે બાઈક સવાર દંપત્તિને અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનામાં દંપતી તેમના પુત્રના લગ્ન માટે ખરીદી કરવા માટે અમરોલી જઈ રહ્યું હતું. આ ઘટનામાં દંપતીનું મોત નીપજતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના વરીયાવ રોડ ખાતે કારીવાડ ગામની સીમમાં ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

Surat Accident: પુત્રના લગ્નની ખરીદી કરવા જતા માતા-પિતાને અકસ્માત નડયો, ટેન્કરે ટક્કર મારતા નિધન
Surat Accident

Follow us on

સુરતના વરિયાવ રોડ પર ટેન્કરે બાઈક સવાર દંપત્તિને અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનામાં દંપતી તેમના પુત્રના લગ્ન માટે ખરીદી કરવા માટે અમરોલી જઈ રહ્યું હતું. આ ઘટનામાં દંપતીનું મોત નીપજતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના વરીયાવ રોડ ખાતે કારીવાડ ગામની સીમમાં ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ઘટના અંગે મળતી વિગત મુજબ બાઈક સવાર દંપતી ઓલપાડ તાલુકાના જોથાણ ગામના હળપતિ વાસ માં રહેતા હતા. 50 વર્ષીય સુરેશભાઈ કનુભાઈ રાઠોડ તેમની 45 વર્ષીય પત્ની ગૌરીબેન રાઠોડ સાથે ખરીદી કરવા માટે સુરતના અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા.

ટેન્કર ચાલકે અચાનક અડફેટે લીધા હતા

જેમાં પાડોશમાં રહેતો ચાર વર્ષીય તનવીર તેમની સાથે જવા માટે જીદ કરી હતી જેથી તેને પણ તેઓ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન વરિયાવ ગામથી ઉત્તરાયણ તરફ જઈ રહેલા રોડ પરથી તેઓ અમરોલી ખાતે પસાર થઈ રહ્યા હતા. કોરીવાડ ગામની સીમમાં પાછળથી આવતા ટેન્કર ચાલકે અચાનક અડફેટે લીધા હતા. અને તેમના પરથી ટેન્કર ફરી વળ્યું હતું. જેને લઇ ગૌરીબેન રાઠોડ અને સુરેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પરિવારમાં ખુશીનો પ્રસંગ અચાનક દુઃખમાં પરિવર્તિત થઈ ગયો હતો

જ્યારે ચાર વર્ષીય તનવીર ફંગોળાઇ જતા ચમત્કારિક બચાવ થયો હતો. અચાનક દંપત્તિનું રોડ અકસ્માતમાં મોત થઈ જતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.જહાંગીરપુરા પોલીસ મથકના પી.એસ.આઇ દ્વારા મળતી વિગતો અનુસાર સુરેશભાઈ અને તેમના પત્ની ગૌરીબેનના પુત્રના ત્રણ મહિના પછી લગ્ન યોજવાના હતા. પુત્રના લગ્નની ખરીદી કરવાની બાકી હોવાથી તેઓ ખરીદી કરવા સુરતના અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. જોકે લગ્નની ખરીદી કરી શકાય તે પહેલા જ તેમને કાળમુખી ટેન્કર રસ્તે ભરખી ગયો. માતા પિતા પુત્રના લગ્નનો હરખ ઉજવી શકે અને તેને માણી શકે તે પહેલા જ મોતને ભેટતા પરિવારમાં ખુશીનો પ્રસંગ અચાનક દુઃખમાં પરિવર્તિત થઈ ગયો હતો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 પરિવાર સિવિલના પીએમ રૂમ બહાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું

જેમાં પરિવારના સભ્યોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે સુરેશભાઈ અને તેમના પત્ની ગૌરીબેન સાથે અકસ્માતની ઘટના બની છે અને તેમનું મોત થતા તેમને સિવિલના પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે પરિવારમાં ભારે આક્રાંદ છવાઈ ગયો.ખુશી મનાવાની તૈયારીમાંથી સુરેશભાઈ અને ગૌરીબેનનો પરિવાર સિવિલના પીએમ રૂમ બહાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

આ ઘટનામાં ચાર વર્ષના આ બાળકનો ચમત્કારિક બચાવ થયો

સિવિલના પીએમ રૂમ બહાર પરિવારનું ભારે આક્રંદ જોવા મળ્યું હતું. ઓલપાડના જોથાણ ગામના રાઠોડ દંપતીની સાથે તેમની પડોશમાં રહેતો ચાર વર્ષીય તનવીર પણ આવ્યો હતો. ચાર વર્ષનો બાળક તનવીર પોતાના ઘરે રહેવા કરતાં વધારે તેના પાડોશીના સુરેશભાઈ અને ગૌરીબેન સાથે વધુ રહેતો હતો. જેથી દંપતી ખરીદી કરવાની કર્યું ત્યારે તેની સાથે જવા માટે જીદ કરી તે પણ આવ્યો હતો.

ત્યારે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે ચાર વર્ષના આ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. બાળકને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેને લઇ સારવાર માટે તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : કેન્દ્રની પ્રથા હવે સુરત મનપાએ અપનાવી, બજેટ પૂર્વે હલવા સેરમની યોજાઇ 

Next Article