
સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2004માં 500 રૂપિયા ઉધાર લીધા બાદ યુવકની હત્યા કરી હોવાની ઘટના બની હતી. યુવકે ઉધાર રૂપિયા લીધા બાદ પરત આપતો નહીં હોવાને લઈને બળજબરી ખિસ્સામાંથી કાઢી લેવાની અદાવતમાં થયેલી હત્યાનો મુખ્ય આરોપી છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો હતો. હત્યા કરનાર આરોપી તમિલનાડુ રાજ્યમાં સંતાયો હોવાની માહિતી પોલીસને મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને તમિલનાડુની ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને તમિલનાડુથી સુરત લાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અને ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટેનું ખાસ અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને માહિતી મળી હતી કે વર્ષ 2004માં સુરતના સચિન વિસ્તારમાં રહી સંચા ખાતામા સંતોષ બાવાજી બારીક મજુરી કામ કરતો હતો ત્યારે તેના મિત્ર વિશ્વનાથની નજીવી બાબતે તેના જ મિત્ર રમેશ કાશીનાથ મહાપાત્એ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
છેલ્લા 19 વર્ષથી હત્યા કરીને પોલીસથી બચવા તમિલનાડુ જઈને રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચને આરોપીની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તમિલનાડુ જઈને આરોપીની ધરપકડ કરી 19 વર્ષ પહેલા કરેલી હત્યાનો ભેદ ઊકેલી કાઢ્યો છે.
વર્ષ 2004માં સચિન વિસ્તારના ઉન ગામ ખાતે તિરૂપતિ નગર ખાતે રહેતા સંતોષ બાવાજી બારીક પાસેથી રમેશ કાશીનાથ મહાપાત્રએ રૂપિયા 500 ઉધાર લીધા હતા. જે રૂપિયા રમેશ આપતો ન હતો. જેથી સંતોષ અને તેના મિત્ર વિશ્વનાથ બંને રમેશ પાસે ગયા હતા અને ખિસ્સામાંથી રૂપિયા 320/- કાઢી લીધેલા હતા. અને તે વખતે રમેશ સાથે તેમની બોલાચાલી થઈ હતી. જેથી તે બાબતની અદાવત રાખી 1 નવેમ્બર 2004 ના રોજ રમેશે તેના બે મિત્રો વિપુલ અને વિપ્રવની મદદ લઈ બંને મિત્રોએ વિશ્વનાથને પકડી રાખેલ અને રમેશે તેણે ચાકુ વડે વિશ્વનાથને પેટના ભાગે બે થી ત્રણ ઘા મારી સ્થળ ઉપર હત્યા કરી નાસી ગયેલ હતો.
હત્યા કરી રમેશ ભાગી છૂટ્યો હતો ત્યારથી આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. તેને પકડી પાડવા છેલ્લા ચારેક મહિનાથી પોલીસ વર્ક આઉટ કરતી હતી. ત્યારે પોલીસ માહિતી મળી હતી કે મૂળ ઓરીસ્સા ગંજામ જિલ્લાના ખલીકોટ થાના દિગાપાડા ગામનો વતની રમેશ મહીપત્રા તમિલનાડુમાં છુપાયો છે. હાલ તે તમિલનાડુ રાજ્યના જિલ્લા તિરૂપ્પુરમાં આવેલ સુખમપલયમ ગામમાં સંચા મશીનના કારખાનામાં મજુરીકામ કરે છે. જે બાતમી આધારે પોલીસ માણસોની ટીમ તમિલનાડુ ખાતે જઈને આરોપી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : ઓરેન્જ એલર્ટ વચ્ચે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છાશ અને કુંડાનું વિતરણ, જુઓ PHOTOS
આરોપી પૂછપરછ કરતા આરોપી કરેલ ગુનાની કબૂલાત કરતા પોલીસ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સુરત ખાતે લઇ આવી હતી.આમ હત્યા ગુનામાં સંડોવાયેલા આરોપી 19 વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
ગુજરાત સહિત સુરત શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો