SURAT : મોબાઇલ ફોનમાં વાત કરતા-કરતા યુવક મશીનમાં ફસાયો, જાણો પછી શું થયું ?

|

Dec 16, 2021 | 2:45 PM

ભાઠેનામાં આવેલી એક પ્લાસ્ટિક જરીની ફેકટરીમાં યુવક મોબાઈલ પર વાત કરતા કરતા કામ કરતી વખતે અચાનક મશીનની સાપટીનમાં લપટાઈ જતો હોવાની ચોંકાવનારી ઘટનાના CCTVએ આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

SURAT : મોબાઇલ ફોનમાં વાત કરતા-કરતા યુવક મશીનમાં ફસાયો, જાણો પછી શું થયું ?
સુરત : યુવક મશીનમાં ફસાયો

Follow us on

સુરતમાં નજર હટી દુર્ઘટના ઘટી જેવો ઘાટ સર્જાયો હતો. મોબાઈલ ફોનમાં વાત કરતાં કરતાં જરીના કટર મશીનમાં કામ કરતાં યુવકને લાપરવાહી મોંઘી પડી હતી. યુવક ફોનમાં વાત કરતાં કરતાં મશીનમાં પટકાયા બાદ સાપટીનમાં ફસાઈને ગોળ ગોળ ફરવા લાગ્યો હતો. જેથી સાથી કામદારોને ધ્યાનમાં આવતાં તેમણે મશીન બંધ કરીને યુવકને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં યુવકને ગંભીર ઈજાઓ ન હોવાથી સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.જો કે યુવક સાથે સર્જાયેલી દુર્ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

મોબાઇલની લત યુવકને ભારે પડી 

ભાઠેનામાં આવેલી એક પ્લાસ્ટિક જરીની ફેકટરીમાં યુવક મોબાઈલ પર વાત કરતા કરતા કામ કરતી વખતે અચાનક મશીનની સાપટીનમાં લપટાઈ જતો હોવાની ચોંકાવનારી ઘટનાના CCTVએ આવતા ચર્ચાનો વિષય બન્યો છે. માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલો યુવક પ્લાસ્ટિક જરીની સીટના કટર મશીન પર કામ કરી રહ્યો હતો. જોકે ઘટના બાદ સાથી મિત્રોએ દોડીને મશીન બંધ કરી સમય સૂચકતાને ધ્યાનમાં રાખી યુવકને 108 ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતા જીવ બચી ગયો હતો.ઘટના 12મીએ બની હતી. 30 વર્ષીય કીર્તિ ઈશ્વરભાઈ વાળંદ મશીન પર કામ કરી રહ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મોબાઇલ શોખીન યુવકો ચેતી જજો, બેદરકારીમાં મોત પણ થઇ શકે છે

અચાનક કોઈનો ફોન આવતા ભાન ભૂલેલા કીર્તિએ ફોન પર વાત કરતા કરતા કામ કરવા જતાં સાપટીન મશીનમાં લપટાઈ ગયો હતો. ગોળ ગોળ ફરવા લાગતા સાથી કારીગરો દોડીને મશીન બંધ કરી દેતા કીર્તિને બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત કીર્તિને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ ગયા હતા.કીર્તિનો એક ભાઈ છે. જેને ઘટનાની જાણ કરાતા એ સિવિલ આવ્યો હતો. કોઈ ગંભીર ઇજા ન હોવાથી કીર્તિ રજા લઈ વતન જંબુસર તેના ગામ ચાલ્યો ગયો હતો.

નોંધનીય છેકે આ ઘટનામાં યુવકનો જીવ તો બચી ગયો, પણ જો સમયસર યુવક બહાર નીકળી શક્યો ન હોત તો મોત પણ મળી શક્યું હોત, પરંતુ આ કિસ્સો મોબાઇલમાં રત રહેતા યુવકો માટે લાલબતી સમાન કહી શકાય. અને, આ કેસ પરથી યુવકોએ શીખ લેવાની જરૂર છે.

આ પણ વાંચો : Funny Video : લગ્નમાં વરરાજાએ કર્યા નખરા ! બાદમાં પરેશાન થયેલી દુલ્હને જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

 

Next Article