સુરત: પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ જાગે તે હેતુથી પુણા પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ યોજાયો, ડીસીપી, એસીપી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

|

Dec 30, 2022 | 6:12 PM

સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમા પુણા વિસ્તારના સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે સંવાદ યોજાયો હતો. જેમા સ્થાનિક સમસ્યાનું નિરાકરણ થાય અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જાગે તે હેતુથી પ્રયાસ કરાયો હતો.

સુરત: પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ જાગે તે હેતુથી પુણા પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ યોજાયો, ડીસીપી, એસીપી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
પોલીસ લોક સંવાદ

Follow us on

સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની પુણા પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા પોલીસ અને પબ્લિક વચ્ચે વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેરમાં ક્રાઈમ રેટ વધે નહીં તેને લઈ સુરત પોલીસ દ્વારા સતત અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને સુરત પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ કમિશનર અજય તોમર આદેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં સમયાંતરે લોકો સાથે સીધો સંવાદ યોજવામાં આવે છે.

પુણા પોલીસ સ્ટેશનમાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો

સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી એસીપી પીઆઇ કક્ષાના અધિકારીઓ સાથે પુણા વિસ્તારના અલગ અલગ સોસાયટીના લોકોનો સંવાદ યોજવામાં આવ્યો હતો. કેટલાક જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તારમાં કેવા કેવા પ્રશ્નો છે લોકોને પોલીસની કામગીરીથી કેટલો સંતોષ છે અને પુણા વિસ્તારમાં ગુનાખોરી કે બીજી કોઈ સમસ્યાને ડામવા સ્થાનિક લોકોનો સાથ સહકાર જરૂરી છે. સાથે જ પોલીસ અને પ્રજા વચ્ચે સબંધનો સેતુ બંધાય રહે અને લોક પ્રશ્નોનું નિરાકરણ આવે.

વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે તણાવમાં આવીને આત્મહત્યા કરે છે તેને લઈને વિવિધ શાળાઓમાં જઈને કેમ્પેઈન ચલાવવામાં આવશે. જેનાથી વિધાર્થીઓ આત્મહત્યા ન કરે અને જોકે વિવિધ પ્રશ્નો અને વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃતિઓ સાથે અસામાજિક તત્વોનો આતંકને ડામવા પોલીસ હંમેશા કાર્યરત છે અને સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સાથે લોકો પાસેથી વિવિધ સૂચનો પણ લેવામાં આવ્યા હતા.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે

સુરતમાં થયેલ ટ્રિપલ મર્ડરની ઘટના બાદ લોકો પણ પોલીસ સામે સામેથી આવી રહ્યા છે કે સ્થાનિક સમસ્યા કે કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો તેને કેવી રીતે નાબૂદ કરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. સુરતમાં આમતો ઘણા મહિનાઓથી સતત રાત્રીના સમયે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં જેતે વિસ્તારના અસામાજિક તત્વો કે પછી કોઈ ભાગતા ફરતા ઈસમો અને હથિયારો સાથે પણ ઈસમો ઝડપાય છે.

Published On - 6:10 pm, Fri, 30 December 22

Next Article