Surat : આધેડે એકલતાનો લાભ લઇ કિશોરી પર આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતા મામલો આવ્યો સામે

આધેડે તેના મિત્રની જ દીકરી પર દાનત બગાડી ઘરે આવી દુષ્કર્મ આચરતા કિશોરી બની ગર્ભવતી, 6 મહિના બાદ પેટમાં દુખાવો ઊપડતાં સમગ્ર મામલો આવ્યો સામે

Surat : આધેડે એકલતાનો લાભ લઇ કિશોરી પર આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતા મામલો આવ્યો સામે
| Edited By: | Updated on: Apr 19, 2023 | 1:24 PM

સુરતમાં મિત્રતામાં અવારનવાર ઘરે આવવાના બહાને, મિત્રની 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા આધેડે તેના મિત્રની જ દીકરી પર દાનત બગાડી હતી. મિત્રતામાં અવારનવાર ઘરે આવતા આધેડે એકલતાની લાભ લઇ મિત્રની 13 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કિશોરી પર ગુજાર્યો બળાત્કાર

આ બાદ જમવાનું લેવાની લાલચ આપી પ્રાઈમ આર્કેડની પાછળ ગાર્ડનમાં લઈ જઈ ત્યાં પણ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને ગર્ભવતી બનાવી દીધી હતી. મહત્વનુ છે કે, છ મહિના બાદ કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યુ હતું. બનાવને પગલે કિશોરીના પિતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

13 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી જે દરમ્યાન બની ઘટના

એકાદ વર્ષ અગાઉ આરોપી તેના મિત્રના  ઘરે આવ્યો ત્યારે કોઈ હાજર ન હતું અને મિત્રની 13 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી. ત્યારે આ તકનો લાભ ઉઠાવી ઘરમાં સુતેલી દીકરી સાથે જબરદસ્તી કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અને આ વાતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધમકીને કારણે કિશોરીએ આ વાતની જાણ કોઈને કરી ન હતી.

કિશોરીને ધમકાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો

આ બાદ ફરી નરાધમે છ સાત મહિના અગાઉ પણ ફરીથી કિશોરીને મિત્રના ઘરે આવી જમવાનું લેવા જવું છે અને દીકરીને સાથે લઈ જઉં છું કહીને અડાજણમાં પ્રાઈમ આર્કેડની પાછળ આવેલ એક ગાર્ડનમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરીને ધમકાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે ત્યારબાદ નવીન ફરાર થઈ ગયો હતો. છ મહિના પહેલા ગુજારેલા બળાત્કાર બાદ ગતરોજ કિશોરીને પેટમાં દુખાવો થતાં તેને તેના પિતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : બે મહિના પહેલા જ ભણવા સિડની ગયેલી ગુજરાતની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ, જાણો સમગ્ર વિગત

બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્મીમેર હોસ્પિટલ પહોંચી કિશોરીનું નિવેદન લીધું હતું. જેમાં તેના પિતાના મિત્રો નવીન ડાવરાની હરકત સામે આવી હતી. પોલીસે નવીન સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…